• Gujarati News
  • National
  • યોગની મુદ્રામાં સૌથી લાંબી માનવ સાંકળ રચીને વિશ્વવિક્રમ સ્થપાશે

યોગની મુદ્રામાં સૌથી લાંબી માનવ સાંકળ રચીને વિશ્વવિક્રમ સ્થપાશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોગસ ડિગ્રી માટે 122એ સંપર્ક કર્યો’તો

21મીજૂને યોજાનાર બીજા વિશ્વ યોગ દિનની ઉજવણીમાં વખતે એકથી વધુ વિશ્વ વિક્રમ સર્જવા માટે રાજ્ય સરકારે તૈયારીઓ આરંભી છે. સમગ્ર રાજ્યમાં ૪૦ હજાર સ્થળોએ એક કરોડથી વધુ લોકો યોગ નિદર્શન કરશે. અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે રાજ્યપાલ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાનારા કાર્યક્રમમાં 70 હજારથી વધુ લોકો એકસાથે યોગ કરશે. કાર્યક્રમમાં 8 હજાર લોકો એકસાથે યોગની મુદ્રામાં માનવ સાંકળ રચીને વિશ્વવિક્રમ સર્જશે. રાજકોટમાં 2 હજાર સગર્ભા મહિલાઓ યોગમાં જોડાઇને નવો વિક્રમ સ્થાપિત કરશે.

અમદાવાદમાં નિકોલ ખાતે યોજાનારા કાર્યક્રમમાં કેન્દ્રી મંત્રી જે.પી.નડ્ડા હાજર રહેશે. સાબરમતીના કિનારે રિવરફ્રન્ટ સહિત તમામ તાલુકા મથકોએ મળીને 1291 સ્થળોએ 7 લાખથી વધુ લોકો યોગનું નિદર્શન કરશે.

ડુંગરથી લઇને ડેમ સહિતના સ્થળોએ કાર્યક્રમો

રાજ્યમાંકેટલાક વિશેષ સ્થળોએ પણ યોગના કાર્યક્રમો યોજાશે. વેરાવળ સંસ્કૃત યુનિવર્સિટી, જામનગરમાં લાખોટા તળાવ, જૂનાગઢમાં ગિરનાર પર્વતની ટોચ ઉપર યોગ નિદર્શન થશે. જ્યારે કડાણા ડેમ, પાવાગઢ ડુંગરની ટોચ, તારંગા હિલ, મોઢેરા સૂર્ય મંદિર, બેચરાજી મંદિર, તાનારીરી, વડનગરનું શર્મિષ્ઠા તળાવ જેવા સ્થળોએ કાર્યક્રમો થશે. પોરબંદરમાં 10 હજાર કોસ્ટલ ગાર્ડ અને પેરા મિલેટરી ફોર્સના જવાનો પણ યોગ નિદર્શનમાં જોડાશે.

40 હજાર સ્થળોએ 1 કરોડથી વધુ લોકો યોગ કરશે, વિક્રમો સર્જાશે

અન્ય સમાચારો પણ છે...