city guest

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
city guest

94.3 માય એફ. એમ પર ‘સલામ અમદવાદ’માં અર્ચના સાથે કોન્ટેસ્ટમાં વિનર બનેલા અમદાવાદીઓને અજયની સાથે મળ‌વાનો ચાન્સ મળ્યો હતો

િસટી િરપોર્ટર } અજયદેવગન, તબ્બુ અને શ્રેયા સરન ગઈકાલે અમદાવાદના મેહમાન બન્યા હતા. તેમની આવનારી ફિલ્મ ‘દૃશ્યમ’ના પ્રમોશન માટે તેઓએ અમદાવાદની મુલાકાત લીધી હતી. કોમેડી, સિરિયસ અને એક્શનના તમામ પાત્રોને બખૂબી ભજવનાર અજય દેવગન અમદાવાદના લોકોનો પ્રેમ જોઇને ખૂબ ખુશ થયો હતો. આપ સૌને જાણીએ આનદ થશે કે તમારું ફેવરિટ રેડિયો સ્ટેશન 94.3 માય એફ. એમ ‘દૃશ્યમ’નું ઓફિશિયલ રેડિયો પાર્ટનર છે. અજય તબ્બૂ અને શ્રેયા જ્યારે અમદાવાદના મેહમાન હતા ત્યારે સતત તમેની સાથે હતી આપણી આરજે અર્ચના. બપોરે જયારે 2 વાગે ઇસ્કોન મોલમાં અજય દેવગન જ્યારે ‘દૃશ્યમ’ના પ્રમોશન માટે આવ્યો ત્યારે કેટલાક અમદાવાદીઓને એની સાથે રૂબરૂ થવાનો ચાન્સ મળ્યો હતો. અમદાવાદીઓ હતા જેમણે સવારે 7થી 11 માં 94.3 માય એફ. એમ પર ‘સલામ અમદવાદ’માં અર્ચના સાથે કોન્ટેસ્ટ રમ્યા હતા અને વિનર પણ થયા હતા. ‘દૃશ્યમ’ જેવી સિરિયસ ફિલ્મના પ્રમોશનમાં આવેલા અજય સાથે વાતો કરીને અમદાવાદીઓને ખૂબ મજ્જા પડી હતી.

RJ અર્ચના, અજય અને અમદાવાદીઓ થયા રૂબરૂ