seminar in City

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
seminar in City

LJ ઇન્સ્ટિ.ઓફ ફાર્મસીમાં ક્વોલિટી બાય ડિઝાઇન પર સેમિનાર યોજાયો

િસટી િરપોર્ટર } એલ.જે.ઇન્સ્ટિટ્યુટ ઓફ ફાર્મસી, એલ.જે.ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુટ અમદાવાદ દ્વારા બે દિવસીય ગુજકોટ સ્પોન્સર સેમિનાર ‘ક્વોલિટી બાય ડિઝાઇન’નું આયોજન તાજેતરમાં થયું હતું. જેમાં ક્વોલિટી બાય ડિઝાઇન વિશે હાલની પ્રક્રિયાનાં મંતવ્યો ચર્ચાયાં હતાં.

પ્રસંગે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી, ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, ગર્વન્મેન્ટ ઓફ ગુજરાતનાં એડવાઇઝર અને મેમ્બર સેક્રેટરી ડો. નરોત્તમ સાહુએ ચીફ ગેસ્ટ તરીકે હાજરી આપી હતી. જેમાં ગુજરાત, દિલ્હી, પુણે અને દેશનાં અન્ય ભાગની કોલેજોમાંથી 300થી વધુ ડેલિગેટ્સે હાજરી આપી હતી. સેમિનારનો હેતુ ક્વોલિટિઝ બાય ડિઝાઇન એપ્રોચને લાગુ પાડવામાં આવતાં પ્રશ્નોને ઉકેલવા માટેનો હતો. ફાર્મા પ્રોડક્ટ્સમાં ક્વોલિટી પ્રોડક્ટ્સને બહાર પાડવા માટે સેમિનાર ખૂબ મહત્વનો રહ્યો હતો.

સેમિનાર દ્વારા ફાર્મસીનાં વિદ્યાર્થઓમાં ફાર્મા ઇન્ડસ્ટ્રીમાં ક્વોલિટી પ્રોડક્ટ્સ વિશેની જાગરુકતા લાવવાનો પ્રયાસ કરાયો હતો. જેનાથી ફાર્મા પ્રોડક્ટ્સને તૈયાર કરવામાં ઓછો સમય અને ઓછી કોસ્ટ કેવી રીતે લાવવી તે વિશે વિદ્યાર્થીઓને સમજાવાયું હતું. ત્યારબાદ 40 જેટલાં વિદ્યાર્થીઓએ ક્વોલિટી બાય ડિઝાઇન વિષય પર પોતાનાં પોસ્ટર્સ અને તેને લગતાં પેપર્સ પ્રેઝેન્ટ કર્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...