• Gujarati News
  • National
  • સેન્સેક્સ 122 સુધર્યો, ડોલર રૂ. 65ની અંદર ઊતર્યો

સેન્સેક્સ 122 સુધર્યો, ડોલર રૂ. 65ની અંદર ઊતર્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એનપીએ મુદ્દે નવી ગાઇડલાઇન્સથી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાને ફાયદો થવાના આશાવાદે સ્ટેટ બેન્ક 1.98 ટકાના સુધારા સાથે 287.75ની સપાટીએ બંધ રહ્યો હતો. જે સેન્સેક્સ પેકમાં સૌથી વધુ સુધારો દર્શાવે છે. અન્ય પીએસયુ બેન્ક્સમાં પણ સંગીન સુધારો જોવા મળ્યો હતો.

ઓટોશેર્સમાં મિક્સ ટ્રેન્ડ: તા.1 એપ્રિલથી BS-iii વાહનોના વેચાણ ઉપર સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ ફરમાવ્યો હોવાથી આશરે રૂ. 12000 કરોડના માર્કેટને ફટકો પડવાની દહેશત સેવાઇ રહી છે. જોકે ઓટો ઇન્ડેક્સ અને ટોચની સ્ક્રીપ્સ ઉપર આની બહુ નેગેટિવ અસર પડી નહોતી. મધરસન સુમી 2.86 ટકા, એક્સાઇડ 2.31 ટકા, એમઆરએફ 2.21 ટકા સુધર્યા હતા. જ્યારે હીરો મોટો 3.15 ટકા, અશોક લેલેન્ડ 2.78 ટકા અને તાતા મોટર્સ 0.70 ટકા ઘટીને બંધ રહ્યા હતા. વૈશ્વિક બજારોમાં પણ બે તરફી મુવમેન્ટ જોવા મળી હતી. આગામી સમયમાં ડોનાલ્ડ ટ્રમ્પની કેવી નવી પોલિસીઓ જાહેર થાય છે તેના પર માર્કેટનું ધ્યાન કેન્દ્રિત રહ્યું છે.

ટેલિકોમશેર્સમાં સુધારાનો ટોન: ટેલિકોમશેર્સમાં પણ આજે ઇન્ફ્રાટેલની આગેવાની હેઠળ સુધારાન ચાલ રહી હતી. ઇન્ફ્રાટેલ 5.36 ટકા વધી રૂ. 335.85, ઓનમોબાઇલ 2.33 ટકા વધી રૂ. 87.90, અક્સ ઓપ્ટી 1.42 ટકા વધી રૂ. 21.30ની સપાટીએ રહ્યા હતા. જ્યારો જીટીએલ ઇન્ફ્રા, ટીટીએમએલમાં ચાર ટકા સુધીના ગાબડાં નોંધાયા હતા.

દિશમાનફાર્મા સતત સુધર્યો: દિશમાનફાર્મા આજે પણ 8.5 ટકાના ઉછાળા સાથે રૂ. 301.50ની સપાટીએ બંધ રહ્યો હતો. જે ઇન્ટ્રા-ડે 15.56ના ઉછાળા સાથે રૂ. 321.50ની સપાટી સુધી પહોંચી ગયો હતો.

મેટલશેર્સમાં પણ પ્રત્યાઘાતી સુધારો: મેટલશેર્સમાં પણ સ્ટોક સ્પેસિફિક એપ્રોચ સાથે સુધારાની ચાલ રહી હતી. સેઇલ 1.91 ટકા, વેદાન્તા 1.41 ટકા, હિન્દાલકો 1.13 ટકા, કોલ ઇન્ડિયા 1.07 ટકા અને જેએસડબલ્યૂ સ્ટીલ 0.83 ટકા સુઘર્યા હતા. જોકે, હિન્દુસ્તાન ઝીંક 2.88 ટકા અને નેશનલ એલ્યુ. 2.23 ટકા તૂટ્યા પણ હતા.

IT સેકન્ડ કેડરમાં સુધારો

કંપની બંધ સુધારો %

સીગ્નીટી380.005.91

રામકોસિસ્ટમ 371.055.74

ઝેનટેક68.653.54

એફએસએલ41.753.34

એક્સિસકેડ 162.453.24

SBIના ટેકે બેન્ક્સ સુધરી

બેન્ક બંધ સુધારો

સ્ટેટબેન્ક 287.751.98

ICICI281.951.81

પીએનબી148.900.78

ફેડરલબેન્ક 91.100.66

HDFCબેન્ક 1427.850.64

બ્લુસ્ટાર 6 ટકા ઊછળ્યો |ગરમીનો પારો ઊંચે ચડવા સાથે એસી, પંખા ઉત્પાદક કંપનીઓને તડાકો પડી રહ્યો હોવાના અહેવાલો પાછળ બ્લુસ્ટાર 5.80 ટકા, ક્રોમ્પ્ટન 4.41 ટકા ઉછળ્યા હતા. જોકે, સિમ્ફોનિ 0.36 ટકાના નોમિનલ ઘટાડા સાથે રહ્યો હતો. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સ પણ 1.29 ટકાના ઉછાળા સાથે 14892.25 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો તે પૂર્વે 15018.95 પોઇન્ટની ઐતિહાસિક ટોચે આંબી ગયો હતો. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની આગેવાની હેઠળ બેન્કેક્સ પણ ઇન્ટ્રા-ડે 24423.18 પોઇન્ટની ઐતિહાસિક ટોચે પહોંચ્યો હતો.

માર્કેટબ્રેડ્થનેગેટિવ રહી |બીએસઇ ખાતે કુલ ટ્રેડેડ 3088 સ્ક્રીપ્સ પૈકી 1182 સ્ક્રીપ્સમાં સુધારો જ્યારે 1669 સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો હતો. જે દર્શાવે છે કે, માર્કેટ અંડરટોન તેજી તરફી હોવા છતાં માર્કેટબ્રેડ્થ નકારાત્મક રહી હતી. બીએસઇ સેન્સેક્સ પેકની 30 પૈકી 16 સ્ક્રીપ્સમાં સુધારો જ્યારે 14 સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો હતો.

બેન્કેક્સ, CD ઇન્ડેક્સ ઐતિહાસિક ટોચે

F&O એક્સપાયરી પૂર્વે ટેલિકોમ, બેન્ક, કેપિટલ ગુડ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને મેટલ્સમાં સ્ટોક સ્પેસિફિક ખરીદી

અન્ય સમાચારો પણ છે...