• Gujarati News
  • National
  • દૂધ પર કૂલિંગ ચાર્જ સામે રાજ્યભરમાં દરોડા, 34 કેસ

દૂધ પર કૂલિંગ ચાર્જ સામે રાજ્યભરમાં દરોડા, 34 કેસ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દૂધનીથેલી પર ગેરકાયદે લેવાતા કૂલિંગ ચાર્જ સામે તોલમાપ વિભાગ ઉપરાંત અમૂલ કંપની તરફથી પણ કાર્યવાહી કરાઈ છે.તોલમાપ વિભાગે સમગ્ર ગુજરાતમાં કૂલિંગ ચાર્જ વસૂલતા 150થી વધુ એકમોને ત્યાં દરોડા પાડી નોટિસ ફટકારી છે. જેમાં 34 એકમને નોટિસ ફટકારી કેસ કરાયો હતો.

રાજ્યના મેટ્રોલોજિકલ વિભાગના કન્ટ્રોલર પી. એન. મકવાણાએ જણાવ્યું હતું કે દૂધની થેલી પર કૂલિંગ ચાર્જ લઈ શકાય નહીં. તેમ છતાં કૂલિંગ ચાર્જ વસૂલાતા કાર્યવાહી હાથ ધરાઈ હતી. સમગ્ર રાજ્યમાં તોલમાપ વિભાગે 150થી વધુ એકમોમાં તપાસ કરાઈ છે અને તેમાં 34 એકમ કૂલિંગ ચાર્જ વસૂલતા હોવાનું બહાર આવતાં કેસ કરાયા છે. કાર્યવાહી ચાલુ રહેશે. અમદાવાદમાં તો રૂપિયા 2 સુધીનો કૂલિંગ ચાર્જ વસૂલાઈ રહ્યો છે. ખાનગી ડેરીઓ સામે સખત કાર્યવાહી કરવા ગ્રાહકોમાં વ્યાપક માગ ઊઠી છે. ગ્રાહકોએ તોલમાપ વિભાગને ફરિયાદો કરતા દરોડાની કાર્યવાહી શરૂ કરાઈ છે.

સ્થળ કેસ

અમદાવાદ5

નડિયાદ6

ગોધરા1

ભરૂચ2

સુરત7

વલસાડ2

રાજકોટ1

સુરેન્દ્રનગર1

ભૂજ1

મહેસાણા3

સાબરકાંઠા5

સ્થળ કેસ

અમદાવાદ5

નડિયાદ6

ગોધરા1

ભરૂચ2

સુરત7

વલસાડ2

રાજકોટ1

સુરેન્દ્રનગર1

ભૂજ1

મહેસાણા3

સાબરકાંઠા5

સુરતમાં સૌથી વધુ 7 કેસ

અન્ય સમાચારો પણ છે...