• Gujarati News
  • National
  • પુત્રી સાથે બોલાચાલી થતાં એક્સાઈઝ અધિકારીનો પત્ની સાથે આપઘાત

પુત્રી સાથે બોલાચાલી થતાં એક્સાઈઝ અધિકારીનો પત્ની સાથે આપઘાત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ન્યૂ રાણીપ જી.એસ.ટી. ફાટક પાસે આવેલા ગણેશ હોમ્સમાં ચીમનલાલ ફૂલવાણી તેમની પત્ની લક્ષ્મીબહેન, પુત્ર હરીશ અને પુત્રી સપના સાથે રહેતા હતા. ચીમનલાલ અમદાવાદ ખાતે સેન્ટ્રલ એક્સાઇઝ વિભાગમાં સુપરિન્ટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવતા હતા. સપના ધો.12 સાયન્સ બોર્ડની પરીક્ષા આપી રહી છે. પુત્રી મોડી રાત સુધી વાંચતી હોઇ ચીમનલાલ અને તેમની પત્નીએ સપનાને મોડી રાત સુધી વાંચવાની જગ્યાએ સવારના સમયે વાંચવા જણાવા બાબતને લઇ પુત્રી અને માતા-પિતા વચ્ચે બોલાચાલી થઇ હતી. બંને પતિ-પત્ની ઘરને બહારથી સ્ટોપર મારીને અમારે નથી જીવવું કહી એક્ટિવા લઇ ઘરેથી નીકળી ગયાં હતાં. માતા-પિતા ઘરેથી નદીમાં પડવા જઇએ છીએ કહી નીકળી જતાં અંગે તેમના પુત્રએ પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફોન કરી તેમનાં માતા-પિતા નદીમાં પડવા જઇએ છીએ કહી નીકળી ગયાં છે તેમ કહ્યું હતું, જેથી પોલીસે તમામ બ્રિજ પર તપાસ કરતાં મોડી રાતે ત્રણ વાગ્યે સુભાષબ્રિજ પરથી એક એક્ટિવા મળી આવ્યું હતું.

શાહીબાગ રિવરફ્રન્ટ ગાર્ડનના પાછળના ભાગેથી ચીમનલાલ અને તેમની પત્નીના મૃતદેહ મળી આવ્યા હતા. રિવરફ્રન્ટ (ઇસ્ટ) પોલીસને જાણ કરાતાં ઘટનાસ્થળે દોડી આવી હતી.

કડવાં વેણથી લાગી આવતા પતિ-પત્નીએ સાબરમતીમાં ઝંપલાવ્યું

ધો.12 સાયન્સમાં ભણતી પુત્રી સાથે મોડે સુધી વાંચવા મુદ્દે ચડભડ થઈ હતી

અન્ય સમાચારો પણ છે...