• Gujarati News
  • National
  • સ્ટીફન હૉકિંગ્સની કાર ડિઝાઈન કરનારે દિવ્યાંગો માટે તૈયાર કરી કાર

સ્ટીફન હૉકિંગ્સની કાર ડિઝાઈન કરનારે દિવ્યાંગો માટે તૈયાર કરી કાર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાંવિકલાંગોને કેબમાં બેસવા-ઉઠવામાં સરળતા રહે તે માટે મેડોરા અને એબિલિટિ ઓન વ્હિલ્સ દ્વારા કેબ સર્વિસની શરૂઆત કરાઈ છે. વિકલાંગો માટે શરૂ કરાયેલી કેબ સર્વિસનું ઉદ્દઘાટન એએમએ ખાતે કરવામાં આવ્યું હતું. વિકલાંકો માટે તૈયાર કાર ડૉ. ફર્ડિનન રોડ્રિક્સ દ્વારા તૈયાર કરાઈ છે, જેમણે 2000માં ઈન્ડિયા આવેલા સ્ટીફન હોકિંગ્સ માટે સ્પેશ્યલ કાર ડિઝાઈન કરી હતી.

ડૉ. રોડ્રિક્સે કહ્યું કે, ‘મેં પ્રકારની એક હજાર જેટલી કાર મોડીફાઈ કરીને બનાવી છે. કારમાં હું દિવ્યાંગોની જરૂરીયાતને ધ્યાનમાં રાખી મોડિફીકેશન કરુ છું. જેમાં ખાસ કરીને કાર આગળની સીટ રોટેટ પણ થઈ શકે છે. જેથી દિવ્યાંગો આગળ પણ બેસી શકે છે. હું ઉપરાંત મુંબઈમાં એક બસ બનાવવા જઈ રહ્યો છું. જે દિવ્યાંગો માટે રહેશે. જેમાં દરવાજો લિફ્ટ વાળો હશે જેથી દિવ્યાંગો આસાનીથી વ્હિલચેર સાથે ચડી શકશે.’

કાર અંગે રોડ્રિક્સે કહ્યું હતું કે, ‘આ કન્સેપ્ટ ત્યારે નવો હતો, મેં ચેલેન્જ સ્વીકારી અને કાર ડિઝાઈન કરવાની હા પાડી. ત્યારે મારા બ્રિટિશ એમ્બસી તરફથી ફોન આવ્યો ત્યારે આશ્ચર્ય થયું કે અહીંથી ફોન કેમ આવ્યો. મેં 20થી 22 દિવસમાં તેમના માટે કાર મોડીફાઈ કરીને બનાવી, જે જોઈને સ્ટીફન અને તેમની ટીમ પણ ખુશ થઈ ગઈ હતી. મેં અમદાવાદમાં કેબ માટે તૈયાર કરેલી કાર પણ ખાસ છે. જેમાં વ્હિલચેર પર રહેતા અને બહાર સફર કરવા માગતા ડિસેબલ, સિનિયર સિટિજન અને પેસન્ટ વ્હિલચેર સાથે (સ્લોપ કે રેમ્પસથી) કારમાં બેસી શકે છે.’

} કેબ સર્વિસનું ઉદ્દઘાટન એએમએ ખાતે કરવામાં આવ્યું.

Noble Cause