• Gujarati News
  • National
  • સરકારી બેન્કોની NPA વધતા નફો ઘોવાયો

સરકારી બેન્કોની NPA વધતા નફો ઘોવાયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજેજાહેર થયેલા ચારેય સરકારી બેન્કોના ચોખ્ખા નફામાં ઘટાડો નોંધાયો હતો. બેન્ક ઓફ ઇન્ડિયાની એનપીએ બમણી વધી 6.80 ટકા થઇ ગઇ છે. જ્યારે તેનો ચોખ્ખો નફો 84 ટકા તૂટ્યો હતો. બેન્કે રૂ. 26889 કરોડની જોગવાઇ કરવી પડશે. પંજાબ નેશનલ બેન્કનો ચોખ્ખો નફો પણ 49 ટકા તૂટ્યો છે. એનપીએ વધી 6.47 ટકા થવા સાથે ક્વાર્ટર માટેની જોગવાઇ રૂ. 1811 કરોડ (રૂ. 928 કરોડ) કરવી પડશે. સિન્ડિકેટ બેન્કનો ચોખ્ખો નફો 38 ટકા ઘટી ગયો છે. જ્યારે એનપીએ 3.72 ટકા થઇ ગઇ છે. યુનિયન બેન્કનો નફો જોકે 22 ટકા ઘટવા સાથે બેન્કની એનપીએ 4.27 ટકાથી વધી 5.53 ટકા થઇ છે અને બેન્કની ગ્રોસ એનપીએ વેલ્યૂ વધી રૂ. 14144 કરોડ (રૂ. 10232 કરોડ) થઇ ગઇ છે.

એચડીએફસીનોનફો વધી રૂ. 2204 કરોડ : કુલ આવકો પણ વધી રૂ. 11441 કરોડ

દેશનીસૌથી મોટી મોર્ગેજ લેન્ડર એચડીએફસીનો જુન-15ના અંતે પુરાં થયેલા પ્રથમ ત્રિમાસિક ગાળાનો નફો વધી રૂ. 2204 કરોડ થયો છે. જે આગલાં વર્ષના તેટલાંજ ગાળામાં રૂ. 1872.90 કરોડ થયો હતો. જોકે કંપનીના જણાવ્યા અનુસાર પરીણામો આગલાં વર્ષના ત્રિમાસિક ગાળા સાથે સરખામણી કરી શકાય તેમ નથી. કારણકે કંપનીએ એચડીએફસી બેન્ક તરફથી જૂન-14માં રૂ. 269.35 કરોડનું ડિવિડન્ડ સામે વર્ષે જૂનમાં રૂ. 314.57 કરોડનું ડિવિડન્ડ મેળવ્યું છે. જે બીજા ક્વાર્ટર માટે ગણાશે. કંપનીની કુલ આવકો પણ વધી રૂ. 11440.62 કરોડ (રૂ. 10056.07 કરોડ) થઇ છે. ગાળા દરમિયાન એચડીએફસીએ નવી સબસિડિયરી કંપની એચડીએફસી કેપિટલ એડવાઇઝર્સની રચના કરી છે. જેમાં રૂ. 10ની મૂળકિંમતના 49,940 શેર્સ રૂ. 4,99,400ની કિંમતે ખરીદ્યા છે. કંપનીમાં એચડીએફસીનો હિસ્સો 99.88 ટકા રહેશે. પરિણામના પગલે શેરનો ભાવ 1.9 ટકા ઘટીને રૂા.1309.85 બંધ રહ્યો હતો.

વિગત જુન-15 જુન-14 એનપીએ

બીઓઆઇ129.72 805.69 6.80

પીએનબી 721.00 1405 6.47

સિન્ડિકેટ 301.98 485.42 3.72

યુનિયન બેન્ક 518.78 664.11 5.53

PSB પરીણામો નકારાત્મક

એચડીએફસીનો નફો વધી રૂ. 2204 કરોડ : કુલ આવકો પણ વધી ~ 11441 કરોડ

અન્ય સમાચારો પણ છે...