• Gujarati News
  • National
  • ડોલર સામે રૂપિયો સળંગ 6 દિવસમાં 65 પૈસા તૂટી 67 ક્રોસ

ડોલર સામે રૂપિયો સળંગ 6 દિવસમાં 65 પૈસા તૂટી 67 ક્રોસ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્થાનિકફોરેક્સ માર્કેટમાં છેલ્લા 6 દિવસમાં ડોલર સામે રૂપિયો સતત ઘટતો રહી 67ની સપાટી નીચે ઉતરી ગયો છે. દિવસમાં ડોલર 65 પૈસા મજબૂત થઇ જવા સાથે રૂપિયો આજે વધુ 13 પૈસા ઘટી 67.02ની સપાટીએ બંધ રહ્યો હતો. ફોરેક્સ નિષ્ણાતોના મત અનુસાર ઇન્ટરનેશનલ માર્કેટમાં ડોલર અન્ય કરન્સીઓ સામે ફરી મજબૂત થતાં તેની લોકલ કરન્સી ઉપર પણ પ્રતિકૂળ અસર રહી હતી. અન્ય કરન્સી સામે પણ રૂપિયામાં નરમાઇનો ટોન જોવા મળ્યો હતો. રૂપિયાના મૂલ્યમાં સરકાર પોતે ઘટાડા માટે હસ્તક્ષેપ કરી રહી હોવાની વાતને રદિયો મળ્યા બાદ ઇન્ટ્રા-ડે 67.07 થઇ ગયેલા રૂપિયામાં થોડી સ્થિરતા જોવા મળી હતી.

દરમિયાનમાં બીએસઇ સેન્સેક્સ છેલ્લા એક કલાકની ધીમા સુધારાની ચાલમાં 40.66 પોઇન્ટના સુધારા સાથે 28412.89 પોઇન્ટ બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 15.95 પોઇન્ટ વધી 8742.55 પોઇન્ટ બંધ રહ્યો હતો. ટેકનિકલ નિષ્ણાતોના મત અનુસાર નિફ્ટી હજી 8750 પોઇન્ટના ટેકનિકલ સપોર્ટ તેમજ સાયકોલોજિકલ લેવલની નીચે રમી રહ્યો છે.

આગામી સપ્તાહે યુએસ ફેડ અને બેન્ક ઓફ જાપાનની પોલિસી બેઠક મળી રહી છે. તેની ઉપર સમગ્ર વૈશ્વિક શેરબજારોનો મદાર રહ્યો છે. યુએસ ફેડ વ્યાજદર વધારશે તેવા આશાવાદમાં એફપીઆઇ પણ સ્થાનિક શેરબજારોમાં પ્રોફીટ બુકિંગ કરી રહી હોવાથી તેની સેન્ટિમેન્ટ ઉપર નકારાત્મક અસર રહી છે. જોકે, હેલ્થકેર, એફએમસીજી સ્મોલકેપ સેગ્મેન્ટમાં સ્ટોક સ્પેસિફિક સંગીન સુધારાની ચાલ જારી રહી હતી. જ્યારે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને પાવર શેર્સમાં પ્રોફીટ બુકિંગનું પ્રેશર રહ્યું હતું.

સેન્સેક્સ પેકની 30 પૈકી 17 સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો હતો. જોકે, માર્કેટ લિડર રિલાયન્સ 1.63 ટકા, મારૂતિ 1.47 ટકા, સિપલા 1.35 ટકા, આઇટીસી 1.23 ટકા એચડીએફસી 1.19 ટકા અને અદાણી પોર્ટ્સ 0.85 ટકા સુધર્યા હતા. સામે પાવરગ્રીડ, એક્સિસ બેન્ક, હીરોમોટો અને તાતા સ્ટીલમાં બે ટકા આસપાસ ઘટાડો રહ્યો હતો. જ્યારે બજાજ ઓટો, હીરો મોટોકોર્પ, એનટીપીસી, તાતા મોટર્સ ડો. રેડ્ડી, એમ એન્ડ એમ, ગેઇલ અને ઇન્ફોસિસ અને એલ એન્ડ ટીમાં 2.40 ટકાનો ઘટાડો નોંધાયો હતો. બીએસઇ ખાતે કુલ ટ્રેડેડ 2926 પૈકી 1469 સ્ક્રીપ્સમાં સુધારો સામે 1260 સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો હતો. જે દર્શાવે છે કે, માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહેવા છતાં માર્કેટ સેન્ટિમેન્ટ નવા મેજર બનાવોની ગેરહાજરીમાં સુસ્ત અને પ્રોફીટ બુકિંગનું બની રહ્યું છે.

વૈશ્વિક શેરબજારો પૈકી એશિયાઇ શેરબજારોમાં જાપાનમાં ઘટાડો જ્યારે હોંગકોંગમાં સુધારો રહ્યો હતો. જોકે, ચીન, તાઇવાનના શેરબજારો બંધ રહ્યા હતા. બેન્ક ઓફ ઇંગ્લેન્ડ પણ પોલિસી રેટ્સ જાહેર કરવાની હોવાથી તે પૂર્વે યુરોપના શેરબજારોમાં સુસ્ત અને મિશ્ર વલણ રહ્યું હતું.

જીએનએએક્સેલ આઇપીઓ ગુરુવારે સાંજે કુલ 2.3 ગણો ભરાયો હતો. જ્યારે એલએન્ડટી ટેકનોલોજીનો આઇપીઓ ગુરૂવાર બપોર સુધીમાં 1.43 ગણો ભરાયો હોવાના અહેવાલો મળ્યા હતા. આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલ લાઇફનો ઇશ્યુ તા.19 સપ્ટેમ્બરે ખુલશે.

હવે બજારની નજર 21-22 સપ્ટેમ્બરે યુએસ ફેડની મીટિંગ પર નજર છે. ફેડ વ્યાજદર અંગે કેવું વલણ અપનાવે છે,તેના પર આગામી સમયમાં બજારની ચાલનો આધાર રહેશે.

સ્મોલકેપમાં બિગ જમ્પ

BEML-મોઇલ શેર્સ બાયબેક કરશે, BEML તૂટ્યો

હેલ્થકેરની હાલત સુધરી

બીઇએમએલ 12 ટકા તૂટ્યો |કંપનીની સ્ટેન્ડઅલોન ખોટ વધી રૂ. 107.10 કરોડની સપાટીએ પહોંચી હોવાના અહેવાલો પાછળ શેર 12.26 ટકા તૂટી રૂ. 900.15 રહ્યો હતો.

એનએમડીસી-મોઇલમાંવેચવાલી |સરકારી કંપનીઓ એનએમડીસી અને મોઇલ કુલ રૂ. 8400 કરોડની શેર્સ બાયબેક ઓફર તા. 19મી સપ્ટેમ્બરે ખુલ્લી મૂકી રહ્યા છે. એનએમડીસી શેરદીઠ રૂ. 94ની કિંમતે જ્યારે મોઇલ 248ની કિંમતે શેર્સ બાયબેક કરશે તેવા અહેવાલોની અસર માર્કેટ સેન્ટિમેન્ટ ઉપર નકારાત્મક રહેતા એનએમડીસી 1.30 ટકા ઘટી રૂ. 102.75 અને મોઇલ લિ. 1.02 ટકા ઘટી રૂ. 247.20ની સપાટીએ બંધ રહ્યો હતો.

પ્રેસ્ટિજએસ્ટેટ 6 ટકા તૂટ્યો |પ્રેસ્ટિજ એસ્ટેટેનો ચોખ્ખો નફો 58 ટકા ઘટ્યો હોવાના અહેવાલો પાછળ શેર ઇન્ટ્રા-ડે 6 ટકા તૂટ્યા બાદ છેલ્લે 4.76 ટકા તૂટી રૂ. 183.90ની સપાટીએ બંધ રહ્યો હતો.

યુનિટેકનીખોટ સંકડાઇ |યુનિટોકની ખોટ ઘટી રૂ. 43.18 કરોડની થતાં શેરનો ભાવ 5.42 ટકાના સુધારા સાથે રૂ. 6.42ની સપાટીએ બંધ રહ્યો હતો.

સેન્સેક્સમાં છેલ્લા કલાકમાં 41 પોઇન્ટનો સુધારો, નિફ્ટી હજી 8750 પોઇન્ટની ટેકનિકલ ટેકાની સપાટી નીચે

અન્ય સમાચારો પણ છે...