• Gujarati News
  • National
  • મોટેરાની સગીરાનો મૃતદેહ નર્મદા કેનાલમાંથી મળ્યો

મોટેરાની સગીરાનો મૃતદેહ નર્મદા કેનાલમાંથી મળ્યો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચાંદખેડામાંથીઅપહરણ કરાયેલી ધો.11ની વિદ્યાર્થિની શ્રદ્ધા અમરતભાઇ રબારી (15)ની લાશ ગાંધીનગર નર્મદા કેનાલમાંથી મળી આવતા ભારે ચકચાર મચી ગઇ છે. શ્રદ્ધા ચાર દિવસ પહેલા સ્કૂલે જવા ઘરેથી નીકળી હતી,પરંતુ ઘર પાસેથી કોઇ અજાણ્યા માણસો તેનું અપહરણ કરીને લઇ ગયા હતા. તેની લાશ કહોવાઇ ગયેલી હાલતમાં હોવાથી તેણે કેનાલમાં પડતુ મૂકીને આત્મહત્યા કરી કે પછી તેની હત્યા કરવામાં આવી છે તે દિશામાં ચાંદખેડા પોલીસે તપાસ શરૂ કરી છે. અંગે ચાંદખેડા પીઆઈ કે.કે.દેસાઇએ જણાવ્યું કે, મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે શ્રદ્ધાની લાશ પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી અપાઇ છે.

અન્ય સમાચારો પણ છે...