• Gujarati News
  • બોપલમાં ડોક્ટર પુત્રે એક પછી એક ચાર વાહનોને અડફેટે લીધા

બોપલમાં ડોક્ટર પુત્રે એક પછી એક ચાર વાહનોને અડફેટે લીધા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શ્યામલઆલોક હોસ્પિટલ સામે આર્શવ ફલેટમાં રહેતા ડો. પંકજ પટેલનો પુત્ર આગમ ગત રવિવારે પોતાની હોન્ડા કાર લઇને ગોધાવીથી બોપલ તરફ આવી રહ્યો હતો ત્યારે ઘુમા પાસે એક રિક્ષાને ટક્કર મારી ભાગી રહ્યો હતો ત્યારે અન્ય ત્રણથી ચાર વાહનોને અડફેટે લીધા હતા. ગામજનોએ ગાડીચાલક યુવાનને પકડીને માર્યો હતો અને ગાડીની તોડફોડ પણ કરી હતી. ઉશ્કેરાયેલા લોકોએ યુવાનને પોલીસને સોંપવામાં આવ્યો હતો. ડોકટર પુત્ર હોવાથી બોપલ પોલીસ વાત છૂપાવવાનો અનેક પ્રયાસ કર્યા હતા.

શહેરના શ્યામલ ચાર રસ્તા પાસા આર્શવ એપાર્ટમેન્ટમાં રહેતા ડો. પંકજ શાહનો પુત્ર એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરે છે. રવિવારે રજા હોવાથી પોતાના મિત્રોને ત્યાં પોતાની હોન્ડા કારમાં ગયો હતો. સાંજના સમયે યુવાન પોતાની કાર લઇને ગોધાવીથી શ્યામલ પોતાના ઘર તરફ આવી રહ્યો હતો. સમયે ઘુમા ગામ પાસે એક ઓટો રિક્ષાને અડફેટે લઇને યુવાને પોતાના કાર ફૂલ સ્પીડમાં ભગાવા જતા અન્ય ત્રણથી ચાર બાઇકસવારોને અડફેટમાં લીધા હતા. આગળ જતા કાર રોકાતા ગામજનોએ યુવાન આગમને પકડીને મેથીપાક આપ્યો હતો. સાથે કારની પણ તોડફોડ કરી આગમને બોપલ પોલીસને આપ્યો હતો. બોપલ પોલીસે લોકોનો રોષ જોઇને અંતે ડોકટર પુત્રની સામે ફરિયાદ નોંધી હતી. બોપલ પોલીસ ડોકટર પુત્રની ઘટનાને મીડિયાથી છુપાવાનો પ્રયાસ કર્યો હતો. અંગે બોપલ પોલીસ સ્ટેશનના પીઆઇ ડી.એસ. પટેલે જણાવ્યું કે, ડોકટર પુત્ર અકસ્માત સમયે નશામાં હતો. રિક્ષાની ટક્કરથી તે ડરી ગયો હતો અને ભાગવા જતા અન્ય લોકો સાથે અકસ્માત થયો હતો.