‘સમભાવમાં રહેવું ન્યાય છે’

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોલારોડ જૈન સંઘ ખાતે બિરાજમાન આચાર્ય રાજયશસૂરિશ્વરજી મ.સા.એ જણાવ્યું હતું કે, રાગ અને દ્વેષ આત્માના શત્રું છે. આત્માની પરિપૂર્ણતાને જેને પામવી હોય તેેને રાગ અને દ્વેષને દુર કરવા જોઇએ. જીવન જાણે ત્રાજવા જેવું છે. એક પલ્લુ રાગ છે અને બીજુ પલ્લુ દ્વેષ. બંને પલ્લા સરખા રહે તો બેલેન્સ રહે છે. કેટલાક લોકોને પ્રશ્ન થાય છે કે, દ્વેષ, ક્રોધ, વેર બદલાની ભાવના બધુ તો ખરાબ છે. તેમ સમજાય છે પણ પ્રેમ, રાગ, મમત્વ, માયાળુપણું બધુ ખરાબ છે તેમ સમજાતું નથી. ઉપર ઉપરથી જોતા રાગ નિર્દો હોય તેમ લાગે છે. પણ એક પર રાગ કરવાના કારણે બીજા પર દ્વેષ થતો હોય છેે.

અન્ય સમાચારો પણ છે...