• Gujarati News
  • National
  • પ્રથમ રાઉન્ડ બાદ મેડિકલમાં 42, ડેન્ટલમાં 371 બેઠક ખાલી

પ્રથમ રાઉન્ડ બાદ મેડિકલમાં 42, ડેન્ટલમાં 371 બેઠક ખાલી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર| અમદાવાદ

મેડિકલ-ડેન્ટલની3000થી વધુ બેઠકો પરની પ્રવેશ કાર્યવાહી અંતર્ગત મેડિકલમાં કુલ 42 બેઠકો ખાલી રહી છે. જ્યારે ડેન્ટલમાં 371 બેઠકો ખાલી રહી છે. બાકી રહેલા વિદ્યાર્થીઓએ મેડિકલ-ડેન્ટલમાં ફી ભરીને પ્રવેશ કન્ફર્મ કરાવ્યો છે. મેડિકલની 2646 બેઠકોમાંથી 42 બેઠકો ખાલી રહી છે, જ્યારે ડેન્ટલની 888માંથી 371 બેઠકો પ્રથમ રાઉન્ડના અંતે ખાલી રહી છે. ખાલી પડેલી બેઠકોને સેકન્ડ રાઉન્ડની પ્રવેશ કાર્યવાહીમાં આવરી લેવાનાર છે. શુક્રવારથી પેરા મેડિકલની 9000થી વધુ બેઠકો પરની ઓનલાઈન પ્રવેશ કાર્યવાહીનો પ્રારંભ થઈ રહ્યો છે

અન્ય સમાચારો પણ છે...