તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભાઈના હત્યારા પર ફાયરિંગ કરનારની ધરપકડ

ભાઈના હત્યારા પર ફાયરિંગ કરનારની ધરપકડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બકરીઈદનાદિવસે મોડી રાતે બાપુનગર જનરલ હોસ્પિટલ બહાર ઈર્શાદ મુલ્લા પર બે રાઉન્ડ ફાયરિંગ કરનારા અલ્લારખા મુલતાનીની ક્રાઈમ બ્રાન્ચે સરખેજ સર્કલ પાસેથી ધરપકડ કરી છે. અલ્લારખાએ કબૂલ્યું હતું કે, પોતાના ભાઈની હત્યા કરનારા ઈર્શાદ મુલ્લાને બકરીઈદના દિવસે જોતાં ગુસ્સો આવ્યો હતો, અને ઈર્શાદ મુલ્લાનું કાસળ કાઢી નાખવાનું વિચારી તેનો પીછો કર્યા બાદ તેના પર ફાયરિંગ કર્યું હોવાનું કબૂલ કર્યું હતું. ફાયરિંગ કર્યા બાદ અલ્લારખા મુલતાની ફરાર થયો હતો. જોકે રાજકોટ તરફથી અલ્લારખા પોતાની સ્વિફટ કાર લઈને શહેરમાં પ્રવેશવાનો હોવાની બાતમી મળતા ક્રાઈમ બ્રાન્ચે સરખેજ સર્કલ પાસે નાકાબંધી કરી આરોપીને ઝડપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...