તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • જમીન લે વેચ મુદ્દે વેપારીને માર્યો

જમીન લે-વેચ મુદ્દે વેપારીને માર્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જમીનલે-વેચના વેપારીની ગાડી આંતરી જમીન કૌભાંડમાં સંડોવાયેલા અસામાજિક તત્વોએ માર મારતા સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

વાસણામાં રહેતા મનીષભાઈ ત્રિવેદી અને તેમના પત્ની જાગૃતિબેન જમીન લે-વેચનો ધંધો કરે છે. દંપતી ગુરુવારે સવારે કારમાં ઓફિસ જતા હતા ત્યારે મુકેશ દેસાઈએ ફોન કરી જમીન બાબતે વાતચીત કરવા કારગિલ ચાર રસ્તા પાસે બોલાવ્યા હતા. ત્યાં દંપતી સાથે મુકેશે ઝઘડો કરતા દંપતી ભાગી નીકળ્યું હતું. મુકેશ અને તેના સાગરીતોએ પીછો કરી શુકનમોલ ચાર રસ્તા પાસે કાર આંતરી ઊભી રખાવી હતી. જે બાદ મનીષભાઈને માર્યા હતા. જોકે જાગૃતિબેને પોલીસને ફોન કરતા મુકેશ અને તેના સાગરીતો ત્યાંથી ભાગી છૂટ્યા હતા. ઘટના અંગે જાગૃતિબેને સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી.

અન્ય સમાચારો પણ છે...