તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સાદિક જમાલ એન્કાઉન્ટર કેસમાં પાંડે, વણજારાની ભૂમિકાની તપાસ થઈ નથી

સાદિક જમાલ એન્કાઉન્ટર કેસમાં પાંડે, વણજારાની ભૂમિકાની તપાસ થઈ નથી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સીબીઆઈ કોર્ટમાં વધુ તપાસની અરજી પર સુનાવણી પૂર્ણ, 23મીએ વધુ સુનાવણી

ભાવનગરનાસાદિક જમાલ એન્કાઉન્ટર કેસમાં પૂર્વ આઇપીએસ ડી. જી. વણઝારા, પી. પી. પાંડે ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભૂમિકા અંગે સીબીઆઇએ કોઇ તપાસ કરી નથી. જેથી તે સઘળી તપાસ માટે શબ્બીર જમાલ મેહતરે કરેલી વધુ તપાસની અરજી પર પક્ષકારોની રજૂઆતના અંતે સ્પેશિયલ સીબીઆઈ જજ કે. એમ. મોદીએ આરોપીઓની રજૂઆત સાંભળવા માટે વધુ સુનાવણી 23મીએ નિયત કરી છે.

સાદિક જમાલ એન્કાઉન્ટર કેસની તપાસ સીબીઆઈએ કરીને 8 પોલીસ અધિકારીઓ સામે સ્પે. સીબીઆઈ કોર્ટમાં ચાર્જશીટ કરી હતી. સીબીઆઈએ રજૂ કરેલી ચાર્જશીટ પર સવાલો ખડા કરી શબ્બીર જમાલે એડવોકેટ સમસાદખાન પઠાણ મારફતે વધુ તપાસની અરજી કરી હતી.

અરજીની સુનાવણીમાં એડવોકેટે રજૂઆત કરી કે, સમગ્ર કેસમાં આઈપીએસ વણઝારા, પાંડે, અમિત શાહ અને નરેન્દ્ર મોદીની ભૂમિકાની તપાસ એજન્સીએ કોઇ તપાસ કરી નથી. ઉપરાંત, મુંબઇ પોલીસ સબ ઇન્સ્પેક્ટર દયા નાયક, પત્રકાર કેતન તિરોડકરે સીબીઆઈ સમક્ષ કરેલા એકરાર અંગે કોઈ તપાસ થઇ નથી.

સમગ્ર મામલાની સીબીઆઈ ત્રણ વર્ષથી વધુ તપાસ કરી છે પણ કોઇ તપાસ અહેવાલ કોર્ટમાં રજૂ કર્યો નથી. તેમજ આઈબીના ઇનપુટ અંગે પણ કોઇ તપાસ થઇ નથી.

અન્ય સમાચારો પણ છે...