• Gujarati News
  • National
  • પરિણીત પડોશી સામે મહિલાએ પોલીસ ફરિયાદ કરી

પરિણીત પડોશી સામે મહિલાએ પોલીસ ફરિયાદ કરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બે સંતાનની વિધવા માતાને સહારો આપી યુવાન રૂ . 1 લાખ લઈ છૂ

‘હુંવિધવા નિ:સહાય હતી. સાસરિયાનો ત્રાસ એમના ગયા પછી વધ્યો હતો અને બે બાળકોને મોટા પણ કરવાના હતા. એટલે એણે મને સહારાની અને મારા બાળકોના ભરણપોષણની લાલચ આપી ને હું છેતરાઇ ગઇ. એણે મારી સાથે લગ્ન તો કર્યા અને ઉપરથી મારા 1 લાખ રૂપિયા પણ લઇ ગયો.’ શબ્દો છે 29 વર્ષીય શારદાના.

અમદાવાદમાં રહેતી 29 વર્ષીય શારદાનાં લગ્ન અમરેલી જિલ્લાના એક ગામના રહેવાસી કેતન સાથે થયાં હતાં. લગ્નજીવન દરમિયાન શારદા બે બાળકોની માતા બની હતી. જેમાં એક બા‌ળક 11 વર્ષનું અને બીજું 8 વર્ષનું છે. થોડાક વર્ષો પહેલા કેતનનું મૃત્યુ થતાં શારદા પર આભ તૂટી પડ્યું હતું. અધૂરામાં પૂરું શારદાનાં સાસરિયાં પણ તેને શારીરિક માનસિક ત્રાસ આપતા શારદાને પિયર જવાની ફરજ પડી હતી. તો સાસરિયાએ બાળકો પણ શારદાને સોંપવાની ના પાડી દીધી હતી. એવામાં સાસરિયાનાં પડોશમાં રહેતો અબ્દુલ શારદાને હાલચાલ પૂછવા માટે ફોન કર્યો હતો. ત્યાર પછી નિત્યક્રમ બની ગયો હતો.

શારદાએ અબ્દુલે તેને છેતરી છે એવું જણાવતાં પોલીસને ફરિયાદ કરી હતી કે, ‘અબ્દુલ સાથે તેની રોજ વાતચીત થતી હતી. જેમાં અબ્દુલે જણાવ્યું હતું કે મારી પત્ની સાથે મારું નથી બનતું અને હું તેને છૂટાછેડા આપવાનો છું. હું તારી સાથે લગ્ન કરીશ અને તારાં બાળકોને પણ સાચવી લઇશ. હું તેની વાતમાં આવી ગઇ અને તેની સાથે વિરમગામ રહેવા લાગી. દરમિયાન તે અનેક વાર મારી સાથે લગ્ન કરવાની વાતને ટાળતો રહ્યો અને મને પતિના મૃત્યુ બાદ મળેલી સરકારી 1 લાખની સહાય પણ તેણે વાપરી નાંખી. મેં તેની ફરિયાદ તેની પત્ની અને અબ્દુલના પિતાને કરી પણ બન્નેએ મને કંઇ ગણકારી નહીં અને અબ્દુલના પિતાએ તો ગાળો પણ આપી.’

(પાત્રોનાનામ બદલ્યા છે)

અન્ય સમાચારો પણ છે...