તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • એનિમલ વેલ્ફેર બોર્ડ મુદ્દે કોર્ટમાં રિટ

એનિમલ વેલ્ફેર બોર્ડ મુદ્દે કોર્ટમાં રિટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતમાંસ્ટે એનિમલ વેલ્ફેર બોર્ડની રચના કરવાનો ઠરાવ પસાર કર્યા બાદ તે માત્ર કાગળ પર રહેતા હાઇકોર્ટમાં જાહેરહિતની રિટ થઇ છે. 2013માં થયેલા ઠરાવ બાદ તે બોર્ડમાં સભ્યોની નિમણૂક નહીં થતાં હાઇકોર્ટમાં જાહેરહિતની રિટ થતાં કોર્ટે સરકારને જવાબ રજૂ કરવા નિર્દેશ કરી વધુ સુનાવણી બે સપ્તાહ બાદ પર મુલતવી રાખી છે.

રાજ્યમાં ગૌવંશ કતલખાન લઇ જવાતા બચાવવાના અનેક બનાવો પોલીસ દફતરે નોંધાયા છે પણ સરકાર દ્વારા એનિમલ વેલ્ફેર બોર્ડમાં સભ્યોની નિમણૂક કરી નથી. 2010થી 2015 સુધીમાં 52161 જેટલા ગૌવંશને કતલખાને જતા અટકાવાયા છે. ત્યારે આવા મામલે યોગ્ય તપાસ કરવા પણ બોર્ડના ઠરાવને અમલી બનાવવો જોઇએ.

અન્ય સમાચારો પણ છે...