• Gujarati News
  • National
  • પ્રદીપ શર્માની જામીન અરજી ફગાવાઈ

પ્રદીપ શર્માની જામીન અરજી ફગાવાઈ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છનાતત્કાલીન આઇએએસ પ્રદીપ શર્માએ માતાના શ્રાદ્ધ માટે માગેલા વચગાળાના જામીન સ્પેશિયલ કોર્ટે ફગાવી દીધા છે. વચગાળાની જામીન અરજીની સુનાવણીમાં એન્ફોર્સમેન્ટ વિભાગના એડવોકેટ સુધીર ગુપ્તાએ રજૂઆત કરી કે, આરોપીએ તપાસમાં સહકાર આપ્યો નથી. માતાની ધાર્મિક વિધિ પરિવારજનોની હાજરીમાં શક્ય છે. તેમની હાજરી હોય ચાલી શકે તેમ છે. આરોપી પુરાવા તેમજ સાક્ષીઓ સાથે ચેડાં કરી શકે તેમ છે. જેથી આરોપીને જામીન આપવા જોઇએ. આરોપીના એડ્વોકેટ દિનેશ પટેલે અમદાવાદના નિવાસસ્થાને માતૃશ્રાદ્ધ માટે જવાનું છે. કોર્ટ જે શરતો જારી કરશે તેનું પાલન કરવાની બાંયધરી આપી હતી. સ્પેશિયલ કોર્ટના જજ એ.સી.જોષીએ દલીલો સાંભળ્યા પછી જામીન અરજી ફગાવી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...