તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મેલેરિયા ડેન્ગ્યુને નાથવા મ્યુનિ.નો કીમિયો: બગીચા બહાર દવા વહંેચશે

મેલેરિયા-ડેન્ગ્યુને નાથવા મ્યુનિ.નો કીમિયો: બગીચા બહાર દવા વહંેચશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદમાંમેલેરિયા-ડેન્ગ્યુનો કહેર વધી રહ્યો છે ત્યારે મચ્છરો નાશ કરવા માટે ફોગિંગની કામગીરી સામે ખુદ ભાજપના શાસકોની ફરિયાદ ઉઠી છે. ગુરુવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કેટલાક સભ્યોએ અંગે રજૂઆત કરી હતી. શહેરમાં નવા ભળેલા અને છેવાડાના નરોડા, ઓઢવ સહિતના વિસ્તારોમાં ફોગિંગ મશીનો જતા નહીં હોવાનું ચેરમેન સમક્ષ કહ્યું હતંુ. ઉપરાંત વિસ્તારોમાં કઈ કઈ જગ્યાએ ફોગિંગ કરવામાં આવ્યું છે તેની પણ વિગતો હેલ્થ વિભાગ પાસેથી માગી હતી. જો કે, હેલ્થ વિભાગનો દાવો છે કે, દરેક વિસ્તારમાં ફોગિંગ મશીનો દ્વારા મચ્છરોના નાશ કરવાની કામગીરી ચાલી રહી છે. જયાં નહીં પહોંચતા હોય ત્યાં આયોજન કરાશે. ગાર્ડનોની બહાર હવે પપૈયા એક્સ્ટ્રેક્ટ નામની દવાઓનું પણ વિતરણ કરવામાં આવશે.

મેલેરિયા વિભાગ દ્વારા ગુરુવારે પણ 148 કન્સ્ટ્રંકશન સાઈટોની તપાસ હાથ ધરી હતી. જેમાંથી 34 ને નોટિસ ઈસ્યુ કરવામાં આવી હતી. કાર્યવાહીના ભાગરૂપે તેમની પાસેથી રૂા.62100 નો વહીવટી ચાર્જ વસુલ કરાયો હતો. ત્રણ દિવસમાં નરોડા વોર્ડની ત્રણ સાઈટો મચ્છરોના બ્રીડિંગ મળતા સીલ કરવામાં આવી હતી.

ઝોન ચેકિંગ નોટિસ સીલ

મધ્ય185 0

ઉત્તર2310 3

પૂર્વ363 0

પશ્ચિમ1310 0

દક્ષિણ363 0

નવાપ. 223 0

કુલ14834 3

148 સાઈટનું ચેકિંગ, રૂ.62 હજાર દંડ વસૂલ

નરોડામાં ચેકિંગ કરી સમોર રેસીડેન્સી, હેવન સાઈટ્સ,મારુતિનંદનને સીલ કરી હતી.

મચ્છરોના ઉપદ્રવ છતાં નિષ્ક્રિયતા સામે ભાજપના સભ્યોએ બળાપો ઠાલવ્યો

સ્ટેન્ડિંગની બેઠકમાં સભ્યોની ફરિયાદ, ‘પૂરતા ફોગિંગ મશીન તો છે નહીં’

અન્ય સમાચારો પણ છે...