તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • એ.યુ.ના સ્ટુડન્ટ્સ રેલવેના હેરિટેજ વારસા પર રિસર્ચ કરશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એ.યુ.ના સ્ટુડન્ટ્સ રેલવેના હેરિટેજ વારસા પર રિસર્ચ કરશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
}હેરિટેજ કોર્સ દ્વારા હેરિટેજની જાળ‌વણી.

} રેલવે અધિકારીઓને તાલીમ.

} રેલવે હેરિટેજ પ્લેસનુ ટુર્સ.

} રિસર્ચ દ્વારા જાળવણીની નવી પદ્ધતિઓ વિકસાવવી.

} લોકોને રેલવે હેરિટેજનું મહત્વ સમજાવવુ.

}IRICENએ અમદાવાદ યુનિ.ના સેન્ટર ફોર હેરિટેજ સાથે કરાર કર્યાં હતાં.

IRICEN ના ડિરેક્ટર પ્રો. એન. સી. શારદાએ રેલવેના ઐતિહાસિક ઔદ્યોગિક વિકાસ અંગે જણાવતા કહ્યું કે, ‘અમારી સંસ્થામાં અભ્યાસક્રમમાં હેરિટેજ મેનેજમેન્ટ રજૂ કરવાની આવશ્યકતા હતી. જે સમજૂતી કરારથી પૂર્ણ થશે. જેનાથી રેલવેના ઐતિહાસ વારસાની પણ નવેસરથી જાળવણી થશે. રેલવેના ઐતિહાસિક વારસાની વાત કરીએ તો દાર્જીલિંગ હિમાલયન રેલવેનું ઉદાહરણ લઈએ તો યુનેસ્કોએ તેને વર્લ્ડ હેરિટેજની યાદીમાં સ્થાન આપ્યું છે. આવા ઘણા હેરિટેજ પ્લેસ છે જેને બહાર લાવવાની જરૂર છે.

સિટી રિપોર્ટર @ahm_cb1853માંમુંબઈમાં શરૂ થયેલી રેલવે સેવા આજે 164 વર્ષની લાંબી યાત્રા બાદ ભારતના પરિવહન સેવાનું મુખ્ય અંગ બની ગઈ છે. રેલવેની સેવાને વધારે આધુનિક બનાવવાની સાથે તેના 164 જૂના હેરિટેજ વારસાની પણ જાળવણી થાય તે માટે ઇન્ડિયન રેલવેઈન્સ્ટિટ્યુટ ઓફ સિવિલ એન્જીયરીંગ ( IRICEN) દ્વારા અમદાવાદ યુનિવર્સિટીના સેન્ટર ફોર હેરિટેઝ મેનેજમેન્ટ (CHM) સાથે સમજૂતી કરાર કર્યા છે. જે અંતગર્ત એયુના સીએચએમ ડિપાર્ટમેન્ટ દ્વારા રેલવની ઐતિહાસિક જાળવણીને એક વિષય તરીકે વિદ્યાર્થીઓને ભણાવશે.આ સાથે વિદ્યાર્થીઓ રેલવેના ઐતિહાસિક મહત્વ ધરાવતા રેલવે સ્ટેશન, રેલવે એન્જિન, જેવા વિવિધ બાબતોનું રિસર્ચ કરીને રેલવેને તેની જાળવણીની ટિપ્સ આપશે.

એયુના સીએચએમ દ્વારા ઇન્ડિયન રેલ્વે ઈન્સ્ટિટ્યુટ ઓફ સિવિલ એન્જીનિયરીંગને રેલવેની જાળવણી સમજાવતો એક કોર્સ પણ તૈયાર કરવામાં મદદ કરશે. સાથે રેલવેના અધિકારીઓને પણ રેલવેના હેરિટેજ પ્રોપર્ટીની જાળવણી કઈ રીતે થઈ શકે તેની તાલીમ અને હેરિટેજ ટુર્સ પણ ડેવલપ કરાશે.

અંગે સેન્ટર ફોર હેરિટેજ મેને.ના ઈન્ચાર્જ પ્રો. દેવનાથ ત્રિપાઠીએ કહ્યું કે, ‘આ કરારથી અમદાવાદ યુનિ.ની ફેકલ્ટી અને વિદ્યાર્થીઓને ભારતીય રેલવે સાથે સંકળાયેલા હેરિટેજ સંબંધી સંશોધનની તકો પ્રાપ્ત થશે. સેન્ટર તેના માસ્ટર્સ પ્રોગ્રામ દ્વારા તથા અન્ય ટૂંકાગાળાના પ્રોગ્રામ મારફતે ઈન્ડિયન રેલવેઝ દ્વારા ડેપ્યુટ કરાયેલા ઓફિસરો માટે શૈક્ષણિક તકો ઓફર કરે તેવી સંભાવના છે. અંગે બંને સંસ્થાઓ વચ્ચે સંમતિ સધાઈ છે. જેના પગલે CHM દ્વારા હેરિટેજ સંબંધિ સંશોધન હાથ ધરાશે, હેરિટેજની જાળવણી, સાચવણી અને વ્યવસ્થાપનનો મુખ્ય ધ્યેય રહશે’.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો