તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • લદ્દાખથી અમદાવાદની સફર બાઈક પર પૂરી કરશે 5 રાઇડર્સ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લદ્દાખથી અમદાવાદની સફર બાઈક પર પૂરી કરશે 5 રાઇડર્સ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

અમદાવાદનામણિનગર વિસ્તારમાં રહેતા પાંચ ફ્રેન્ડસને બાઈક રાઈડિંગનો શોખ હોવાથી છેલ્લા ચાર વર્ષથી તેઓ અમદાવાદથી લદ્દાખનું અંતર બાઈક પર કાપે છે. અમદાવાદથી લદ્દાખ અને લદ્દાખથી અમદાવાદ એમ કુલ 5930 કિલોમિટરનું અંતર તેઓ માત્ર 18 દિવસમાં કાપે છે. તેમની ટ્રીપ 25 ઓગસ્ટથી શરૂ થશે.

અંગે નવીનસિંઘ યાદવ કહે છે કે, ‘અમે બધા સ્કૂલફ્રેન્ડ છીએ. બધાને એડવેન્ચર, ટ્રેકિંગ અને બાઈક રાઈડીંગનો શોખ હતો. જે આજે પણ જળવાયેલો રહ્યો છે. અમે છેલ્લા ચાર વર્ષથી દર 31 ડિસેમ્બરે બાઈક પર ગોવા અચૂકથી જઈએ છીએ. સાથે લદ્દાખ પણ છેલ્લા ચાર વર્ષથી જઈએ છીએ. 25 ઓગસ્ટે અમે રાઈડિંગ ટ્રીપનો આરંભ કરીશું. સમયે અમે જતા અને આવતા કુલ 18 દિવસ થાય છે. અમે રીટર્ન આવતા સમયે રાજસ્થાન ગોરમઘાટ પર ટ્રેકિંગ પણ કરીએ છીએ. જે માટે અમે 150, 180 અને 250 સીસી સુધીના બાઈક લઈ જઈએ છીએ. અમે દિવસમાં હાઈવે પર ક્યારેક 500 તો કોઈ દિવસે 600 કિમી સુધીનું અંતર કાપીએ છીએ. તો પહાડો પર 300 કિલોમિટર અંતર અેક દિવસમાં કપાય છે.

તો જે.જી. કોલેજમાં બીબીએ કરતા વિશાલ પટેલે કહ્યું કે, ટ્રીપમાં ખાસ કરીને લોકો ટ્રેનમાં દિલ્હી સુધી બાઈક લઈ જાય છે અને ત્યાંથી રાઈડ કરીને લદ્દાખ પહોંચે છે પરંતુ અમે અહીંથી બાઈક પર જવાનું પસંદ કરીએ છીએ. ટ્રીપમાં અહીંથી કેટલું ફૂડ અને જરૂરી સામાન લઈ જઈએ છીએ. લદ્દાખમાં ઠંડી વધારે હોવાથી અમારે ટેન્ટના સ્થાને હોટલ્સમાં રહેવું પડે છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો