તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

tren ding

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પૉકેમોન પકડવા 5 હજાર લોકોનો ધસારોઃ કૅન્સલ કરવી પડી ઈવેન્ટ

પ્રેરણાતીર્થ દેરાસર પાસે પૉકેમોન ફાઈટિંગ સ્ટેશન

અમદાવાદમાંઘણા સ્થળો પર પૉકેમોનના ફાઈટિંગ સ્ટેશન લોકેટ થાય છે. પૈકીનું એક છે પ્રેરણાતિર્થ દેરાસર. જે અનેક પોકેમોન એડિક્ટ્સનું ફાઈટિંગ સ્ટેશન હોવાથી અહીં રાત્રે 9 વાગ્યા પછી અનેક યંગસ્ટર્સ ભેગા થાય છે. અહીં રમતા વૈભવ શેઠ પાસેે 20 પોકેમોનનું કલેકશન છે.

શાસ્ત્રીનગરથી ઓફિસ જવા નીકળું ત્યારે ત્યારે પોકેમોન પકડું છું. જેના માટે મારેે લોકોના એપાર્ટમેન્ટ્સમાં પણ ઘુસવું પડ્યું છે. બીઆરટીએસ સ્ટેન્ડ પર હું મોબાઈલમાં પૉકેમોન પકડતો હોઉં ત્યારે લોકો મને આશ્વર્યથી જોતા રહે છે. 9 દિવસમાં મેં 32 પૉકેમોન પકડ્યા છે.

}નિર્મલસિંહ રેવર

હું મારા ઘર જીવરાજથી સેટેલાઈટમાં જોબ માટે આવું ત્યારે બીઆરટીએસની સફરમાં ક્યાંય નજીક પૉકેમોન દેખાય તો નેક્સ્ટ સ્ટેશને ઉતરી તેને પકડવા દોડું છું. 15 દિવસમાં 7 પૉકેમોન પકડ્યા છે. } વિવેક પટેલ

પૉકેમોનની શોધમાં આખી રાત ફર્યો : 66નું કલેક્શન

બે દિવસ પહેલા હું મારી એક ફ્રેન્ડે મને ગેમ ડાઉનલોડ કરી આપી. એક વાર રમ્યા બાદ મને એવો ચસ્કો લાગ્યો કે પૉકેમોન્સને શોધવા હું આખી રાત ફર્યો. મેં 30 કલાકમાં 66 પૉકેમોન ભેગા કર્યા છે. }ગૌરવ કોઠારી

લંચબ્રેકનો અડધો સમય પૉકેમોનને નામ

મારી ઓફિસમાં કલાકનો લંચબ્રેક હોય છે. જે પૈકીનો અડધો કલાક તો રસ્તાઓ પર પૉકેમોન શોધવામાં જાય છે. 8 દિવસમાં મેં 3 પૉકેમોન પકડ્યા છે. } ચાંદની લાખાણી

નવલસિંહ રાઠોડ/િવજય ચૌહાણ @ahm_cbસિડનીનાએક પોશ વિસ્તારમાં 300 યુવાનો ભેગા થઈને પૉકેમોન રમવા લાગ્યાં, તેમના ઘોંઘાટથી ત્રસ્ત થયેલા લોકોએ પાણી ભરેલા ફુગ્ગા ફેંકવાનું શરૂ કર્યુ. જોતજોતામાં એવી અંધાધૂંધી ફેલાઈ જાણે કે રમખાણ ફાટી નીકળ્યું હોય. સ્થિતિ કાબુમાં કરવા પોલીસને પણ પગે અને આંખે પાણી ઉતરી આવ્યા. જરા કલ્પના કરો કે 300 યુવાનો ભેગા થઈને પૉકેમોન રમે એમાં આવી સ્થિતિ સર્જાતી હોય તો 5000 લોકો ગેમ રમવા ભેગા થાય તો શું થાય? પણ અમદાવાદ જેવા શહેરમાં...! એટલુ તો ચોક્કસ કે અમદાવાદમાં પૉકેમોન રમીને અંધાધૂંધી ફેલાવનારા યુવાનો પર જે ફેંકાય તે પાણીના ફુગ્ગા તો હોય!

વાત જાણે એમ છે કે ગેમ ભારતમાં લોન્ચ નથી થઈ પણ અહીં તેની Apk ફાઈલ ડાઉનલોડ કરીને રમી શકાય છે. અમદાવાદના સેંકડો યંગસ્ટર્સે ડાઉનલોડ કરીને રમવાનું શરૂ કરી દીધુ છે. પૃથ્વી સોઢા નામના યુવાને લોકોને ભેગા કરીને પૉકેમોન રમવા માટે ફેસબુક પર ‘પૉકેમોન ગો વોક : અમદાવાદ’ ઈવેન્ટનું આયોજન કર્યુ. એની કલ્પના હતી કે પંદર-વીસ લોકો વસ્ત્રાપુર ભેગા થઈને ગેમનો આનંદ માણશે. પરંતુ ઈવેન્ટને અકલ્પનિય પ્રતિસાદ મળ્યો. પાંચ હજાર કરતા વધારે રજિસ્ટ્રેશન થઈ ગયા અને તેણે અવ્યવસ્થા સર્જાવાના ભયેે ઈવેન્ટ રદ કરી નાખી. પણ જરા કલ્પના કરો કે તેણે ઈવેન્ટ રદ કરી હોત તો શું થાત?

વર્ચ્યુઅલ અને વાસ્તવિક વર્લ્ડ ઈતિહાસમાં ક્યારેય આટલા નજીક નહીં આવ્યા હોય. મોબાઈલ ગેમના ઈતિહાસમાં એક ઐતિહાસિક ઘટના બની રહી છે. એક વીડિયોગેમ વિશ્વભરમાં રીતસરનો હાહાકાર મચાવી રહી છે. છે પૉકેમોન ગો. જીપીએસ આધારિત લોકેશન બેઈઝ્ડ રિયાલિટી મોબાઈલ ગેમ. 6 જુલાઈએ ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને અમેરિકામાં લોન્ચિંગ સાથે શરૂ થયેલું વાઈરલ વાવાઝોડું લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં જર્મની, ઈંગ્લેન્ડ, ઈટાલી, સ્પેન, પોર્ટુગલ સહિત આખા યુરોપને આંબી ગયુ છે.

કદાચ વિશ્વની પહેલી એવી ગેમ છે જે લોકોને ઘરમાં નથી ઘુસાડી રાખતી પણ ઘરની બહાર કાઢે છે. પૉકેમોન નામના એક કાલ્પનિક પાત્રને પોતાના મોબાઈલમાં પકડવા માટે વિશ્વભરના લોકો ગાંડા કાઢી રહ્યાં છે. ક્યાંક કોઈ નદી-તળાવમાં પડી રહ્યું છે તો ક્યાંક કોઈ સ્મશાન-હોસ્પીટલ જેવા સ્થળોએ ઘુસી રહ્યું છે. કોઈ પાણીની ટાંકી પર ચડી રહ્યું છે તો કોઈ ઝાડ પર. જેનું વાસ્તવિક જગતમાં કોઈ અસ્તિત્વ નથી એવું પૉકેમેન નામનું એક વર્ચ્યુઅલ પ્રાણી વાસ્તવિક જગતને કલ્પનાતિત ઢબે અસર કરી રહ્યું છે. ન્યુઝીલેન્ડમાં પૉકેમોનના લોકેશનોએે મારામારી થઈ રહી છે તો અમેરિકામાં મ્યુઝીયમમાં જતા લોકોના ફોન ચેક કરવામાં આવી રહ્યા છે, જાણવા માટે કે તેઓ અંદર પૉકેમોન પકડવા તો નથી જતા ને...!

વેલ, વસ્ત્રાપુરની ‘પૉકેમોન વોક’ રદ કરનારા યુવાને તો ફરીથી ઈવેન્ટ યોજવાનો વાયદો આપ્યો છે પણ સાથોસાથ અન્ય કેટલાક ગ્રૂપ્સે પણ આગામી દસેક દિવસમાં અમદાવાદમાં અડધોડઝન જેટલી ‘પૉકેમોન વોક’ના આયોજન કર્યા છે. તમામ ફેસબુક પેઈજ પરની પોસ્ટ્સ જોતા અંદાજ આવે છે કે અમદાવાદીઓનો પૉકેમોન ક્રેઝ આપણે ધારીએ છીએ એટલો વધારે નથી પણ આપણે ધારી શકીએ એના કરતા વધારે છે. કેન્ડીક્રશ, સબવે સર્ફર અને ક્લેશ ઓફ ક્લેઈન જેવી ગેમ્સને પછાડીને પૉકેમોન આગળ નીકળી ગઈ છે. ડાઉનલોડિંગમાં તેે ટ્વિટરનો પણ રેકોર્ડ તોડવાના આરે છે. પૉકેમોન નામનુ ભૂત મોબાઈલ સ્ક્રિનમાંથી બહાર આવીને અમદાવાદીઓને પણ ધુણાવી રહ્યું છે.

પૉકેમોન

ફેક્ટ ફાઈલ

1000 પૉકેમોન રમનારાઓના અકસ્માત, 1 અમેરિકનનું મૃત્યુ

1.36 કલાક, પૉકેમોન રમવાની ભારતીયોની એવરેજ

43%

વધારો, કંપનીની માર્કેટ કેપમાં

16 લાખ ડોલર ગેમ ડેવલપર્સની કમાણી

1 વીકમાં 6 કરોડ લોકોએ કરી ડાઉનલોડ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો