તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • GSTના પ્રબળ આશાવાદે સેન્સેક્સ 41 પોઇન્ટ સુધર્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

GSTના પ્રબળ આશાવાદે સેન્સેક્સ 41 પોઇન્ટ સુધર્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વૈશ્વિકબજારોમાં દબાવના કારણે સ્થાનિક બજારોમાં શરૂઆતી તબક્કામાં માર્કેટમાં નિરૂત્સાહી ટ્રેન્ડ જોવા મળ્યો હતો. પરંતુ અંતીમ તબક્કામાં સંસદમાં જીએસટી બીલ પાસ થવાનો પ્રબળ આશાવાદ તેમજ જાહેરક્ષેત્રની 13 બેન્કોમાં 22915 કરોડની એલોટમેન્ટની જાહેરાતના કારણે સેન્સેક્સ 40.96 પોઇન્ટના સુધારા સાથે બંધ રહ્યો હતો. યુરોપિયન અને એશિયાઇ માર્કેટમાં નરમાઇના ટોનના કારણે સ્થાનિકમાં શરૂઆતના તબક્કામાં નબળા તેજીવાળાની વેચવાલી રહેતા 100થી વધુ પોઇન્ટ ઘટી 27637.98 પોઇન્ટ પહોંચ્યા બાદ અંતે વધી 27787.62 પોઇન્ટ બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ઇન્ટ્રાડેમાં 8500ની સપાટી નીચે 8476.70 પહોંચ્યા બાદ અંતે 19.85 વધીને 8528.55 પોઇન્ટ બંધ રહી હતી.

ક્રૂડમાં નરમાઇના કારણે ઓઇલ એન્ડ ગેસ, એનર્જી સેક્ટરમાં મજબૂત સ્થિતી જોવા મળી હતી. અોઇલ એન્ડ ગેસ 1.9 ટકા, એનર્જી 1.47 ટકા, પાવર 0.59, હેલ્થકેર 0.56 તથા ટેક્નો. 0.47 ટકા વધ્યા હતા. બજારને મજબૂત બનાવવામાં આઇસીઆઇસીઆઇ બેન્ક, રિલાયન્સ, ટીસીએસ, ઇન્ફીની આગેવાની રહી હતી. બીએસઇ સેન્સેક્સ પેકની 30 પૈકી 16 સ્ક્રીપ્સમાં સુધારાની ચાલ રહી હતી. જ્યારે 14 સ્ક્રિપ્સ ઘટીને બંધ રહી હતી. કુલ ટ્રેડેડ 2836 પૈકી 1214 સ્ક્રીપ્સમાં સુધારો જ્યારે 1456 સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો હતો. જે દર્શાવે છે કે, માર્કેટબ્રેડ્થ નકારાત્મક રહેવા સાથે માર્કેટ ટ્રેન્ડ થોડો પોઝિટીવ રહ્યો છે.

વૈશ્વિક બજારોમાં નરમાઇના ટ્રેન્ડ સામે ભારતીય બજારમાં મજબૂતીના માહોલના કારણે વિદેશી નાણાંકીય સંસ્થાઓની ખરીદી જળવાઇ રહી છે. આજે પણ નેટ 548.90 કરોડની ખરીદી જોવા મળી હતી જ્યારે સ્થાનિક સંસ્થાઓની 377.43 કરોડની વેચવાલી રહી હતી. વૈશ્વિક બજારોમાં સુધારો આવે અને દેશમાં જીએસટી પાસ થાય તો માર્કેટમાં ઝડપી સુધારો આવે તેમ છે.

હિન્દુસ્તાન યુનિ.| હિન્દુસ્તાનયુનલિવરનો નફો વધવા સામે વેચાણ ગ્રોથ 3.56 ટકા ઘટવાના કારણે સતત બીજા દિવસે શેર્સ 2.75 ટકા ઘટવા સાથે રૂા.895.15 બંધ રહ્યો હતો.

સ્ટેટબેંક ઓફ ઇન્ડિયા | જાહેરક્ષેત્રનીઅગ્રણી ગણાતી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં સરકારે આજે કરેલી મૂડી ફાળવણીમાં સૌથી વધુ 7575 કરોડ રકમ એલોટમેન્ટ કરતા શેર્સ 0.48 ટકાના સુધારા સાથે 229.70 બંધ રહ્યો હતો.

જયપ્રકાશપાવર | જયપ્રકાશપાવરે JSW એનર્જીનો 500 મે.વો.નો 2700 કરોડમાં થર્મલ પાવર પ્લાન્ટ હસ્તગત કરતા શેર્સમાં આજે 14 ટકાનો ઉછાળો આવ્યો હતો.

ડોલર-રૂપી| ફોરેક્સમાર્કેટમાં ડોલર સામે રૂપિયામાં આજે 10 પૈસાનો મજબૂત સુધારો થઇને 67.10 બંધ રહ્યો હતો. ફેડ નિર્ણય કેવો આવે છે તેના પર પણ ફોરેક્સ માર્કેટનો મુખ્ય આધાર છે.

એફઆઇઆઇની અવિરત ખરીદી સામે સ્થાનિક સંસ્થાઓ વેચવાલ

અોઇલ-ગેસ |ધીમો સુધારો

કંપનીબંધ +/-

હિન્દ પેટ્રો 1115.005.09

આઇઓસી493.354.40

બીપીસીએલ572.053.17

ઓઇલ368.851.70

રિલાયન્સ1015.401.11

સેન્સેક્સ |પેકની સ્થિતી

કંપની બંધ +/-

પાવરગ્રીડ166.451.90

લ્યુપીન1690.401.52

તાતાસ્ટીલ 370.251.27

હિન્દ.યુનિ. 895.15-2.75

એચડીએફસીબેન્ક 1218.05-1.03

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો