તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • કઠોળની ઝડપી તેજીથી વાવેતર વિસ્તારમાં 34 ટકા જંગી વૃદ્ધિ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કઠોળની ઝડપી તેજીથી વાવેતર વિસ્તારમાં 34 ટકા જંગી વૃદ્ધિ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કોમોડિટી રિપોર્ટર | અમદાવાદ

એગ્રીકોમોડિટીમાં છેલ્લા કેટલાક સમયથી કઠોળ પાકોમાં ભાવ રોકેત ગતીએ વધ્યા હોવાથી ખેડૂતો કઠોળના વાવેતર પ્રત્યે આકર્ષાયા છે. વધુમાં તો સરકાર કઠોળના ઉત્પાદનને વેગ આપવા માટે કઠોળના ટેકાના ભાવમાં જંગી વધારો કર્યો હોવાથી ગુજરાતમાં કુલ કઠોળના વાવેતરમાં 34 ટકાનો જંગી વધારો થઇને 2.73 (2.04) લાખ હેક્ટરમાં વાવેતર રહ્યું છે. દેશના મોટા ભાગના કઠોળ ઉત્પાદક રાજ્યોમાં વધારો થયો છે. તુવેરદાળની તેજીના કારણે તુવેરના વાવેતરમાં 29 ટકાનો મગમાં 34 ટકા જ્યારે અડદનું 41 ટકા વાવતેર વધ્યું છે. સૌથી વધુ વધારો મઠના વાવેતરમાં ચારગણાથી વધુ વૃદ્ધિ થઇને 5100 (1100) હેક્ટરમાં વાવેતર રહ્યું છે. જોકે, અન્ય રાજ્યોની તુલનાએ ગુજરાતમાં હજુ વરસાદની ખાદ્ય રહેવાના કારણે કુલ વાવેતર વિસ્તાર 10 ટકા સુધી ઘટ્યો છે. ગુજરાતમાં તારીખ 18 જુલાઇ સુધીમાં વાવેતર વિસ્તાર 46.02 (50.76) લાખ હેક્ટરમાં રહ્યો હોવાનું રાજ્ય સરકારના કૃષિ ખાતાના અહેવાલમાં દર્શાવાયું છે.

તેલીબિયાં પાકોમાં પણ ખેડૂતોને સારા ભાવ મળી રહ્યાં હોવાના કારણે વાવેતર વિસ્તારમાં નજીવી 4 ટકાની વૃદ્ધિ થઇ છે. સિંગદાણા-સિંગતેલની તેજીના કારણે મગફળીનું વાવેતર 4 ટકા વધીને 12.92 (12.42) લાખ હેક્ટરમાં વાવેતર રહ્યું છે. સરેરાશ કુલ 13.94 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર રહે છે પરંતુ અત્યારની સ્થિતી જોતા મગફળીનો વાવેતર વિસ્તાર ચાલુ વર્ષે વધીને 16 લાખ હેક્ટર સુધી પહોંચી જાય તેવું કૃષિ નિષ્ણાતો દર્શાવે છે. તલ તથા એરંડાના વાવેતર વિસ્તારમાં ઘટાડો રહ્યો છે.

કપાસમાં ખેડૂતોને ઉપજના પણ ભાવ ચાલુ વર્ષે મળ્યા હોવાથી વાવેતરથી દૂર રહેતા સરેરાશ 25 ટકાનો ઘટાડો થઇને માત્ર 17.61 (23.46) લાખ હેક્ટરમાં વાવેતર રહ્યું છે. દેશના મોટા ભાગના કપાસ ઉત્પાદક રાજ્યોમાં વાવેતર વિસ્તાર ઘટ્યો છે. ખાસકરીને પંજાબ, હરિયાણામાં ગુલાબી ઇયળના ઉપદ્રવના કારણે વાવેતર નબળા રહ્યાં છે. સાથે ક્રૂડની મંદી અને ગમની નિકાસ ઘટતા ગવારમાં ખેડૂતોને નુકશાનીના પગલે વાવેતર વિસ્તાર 37 ટકા ઘટી માત્ર 39400 હેક્ટરમાં રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો