તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • તેલીબિયા વાવેતરમાં વૃદ્ધિ છતાં ખાદ્યતેલ સતત મજબૂત : ચણામાં સટ્ટાકીય તેજી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તેલીબિયા વાવેતરમાં વૃદ્ધિ છતાં ખાદ્યતેલ સતત મજબૂત : ચણામાં સટ્ટાકીય તેજી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કોમોડિટી રિપોર્ટર | અમદાવાદ

વૈશ્વિકબજારમાં પામતેલમાં ભાવ સપાટી નરમાઇ તરફી રહી છે. સામે સિંગતેલમાં ભાવ બાંધણું છતાં લુઝમાં ભાવ સતત ઉંચકાઇ રહ્યાં છે. રાજકોટ ખાતે સિંગતેલ લુઝ વધીને રૂા.1400ની નજીક રૂા.1375 બોલાઇ ગયું છે. મગફળીના વાવતેર વિસ્તારમાં વધારો થયો હોવા છતાં બજારમાં તેજીનો તબક્કો જળવાઇ રહ્યો છે. સિંગતેલની પાછળ કપાસિયા તેલ પણ મજબૂત રહ્યું છે. અન્ય કોમોડિટીમાં કઠોળમાં ચણામાં ફરી તેજીનો તબક્કો શરૂ થતા આજે 4 ટકાની તેજીની સર્કિટ સાથે રૂા.9000ની સપાટી ક્રોસ કરીને રૂા.9020 બોલાઇ ગયો હતો. જ્યારે ગવાર-ગમમાં પણ તેજી સર્કિટ યથાવત રહી હતી. કપાસમાં પણ વાવેતર વિસ્તારમાં જંગી ઘટાડો થતા વાયદો ઉંચકાઇ રહ્યો છે. આજે વધુ સુધારો થઇને વાયદો 1039 બોલાઇ ગયો હતો.

સિંગદાણાની સતત વધી રહેલી નિકાસ સામે સ્થાનિક મિલો માટે મગફળીની મળતર ઘટી જવાના કારણે સિંગતેલમાં તેજીનો ટ્રેન્ડ જળવાઇ રહ્યો છે. ચાલુ નાણાંકિય વર્ષના પહેલા બે માસ એપ્રિલ તથા મેમાં સિંગદાણાની નિકાસ પાંચ ટકા સુધી વધીને 65 હજાર ટન આસપાસ થઇ હોવાનું એગ્રીકલ્ચર એન્ડ પ્રોસેસ્ડ ફુડ પ્રોડક્ટ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી (અપેડા)ના અહેવાલમાં દર્શાવાયું છે. સ્થાનિક બજારોમાં ઉંચી કિંમતોના કારણે કુલ 778.78 કરોડની નિકાસ થઇ છે જે ગત વર્ષે 676.75 કરોડની નિકાસ રહી હતી. ચાલુ વર્ષે સરેરાશ 1225 ડોલર પ્રતિ ટન આસપાસના ભાવથી નિકાસ વેપારો રહ્યાં હતા.

કઠોળનીઆયાત એપ્રિલ-મેં માસમાં 7 લાખ ટનથી વધી : કઠોળનીતેજીને ડામવા માટે તેમજ માગને પહોંચી વળવા માટે આયાતમાં સતત વધારો થઇ રહ્યો છે. બે માસમાં કુલ 7,05,477 ટનની આયાત થઇ છે. 2015-16ના વર્ષમાં કુલ 57.97 લાખ ટનની આયાત થઇ છે. દેશમાં કઠોળનું ઉત્પાદન 170-195 લાખ ટન વચ્ચે રહે છે જેની સામે જરૂરીયાત 246.1 લાખ ટનની છે. આમ ઉત્પાદન-માગ વચ્ચે મોટો ગેપ હોવાથી આયાતમાં સતત વધારો થઇ રહ્યો છે. કઠોળમાં આવેલી ઝડપી તેજીના કારણે હજુ આગામી દિવસોમાં મોટા પાયે આયાત થશે તેવા સંકેતો સાંપડી રહ્યાં છે.

ગવારના ઉત્પાદક મથકો પર વાવેતર વિસ્તારમાં જંગી ઘટાડો નોંધાયો છે. વાવેતર વિસ્તારમાં ઘટાડો થવાના કારણે છેલ્લા કેટલાક સમયથી વાયદામાં સરેરાશ 25 ટકાથી વધુની તેજી આવી હતી પરંતુ, ક્રૂડમાં નરમાઇનો ટ્રેન્ડ અને ગમની નિકાસમાં ઘટાડો થવા છતાં તેજી જળવાઇ ગઇ છે. જોકે નવી સિઝન માટે ખેલાડીઓ માટે હવે ગવાર-ગમ વાયદો હોટ કોમોડિટી બની રહેશે તેવું જાણકારોનું કહેવું છે. ગમની નિકાસ એપ્રિલ-મે માસમાં 4 ટકા સુધી ઘટીને માત્ર 60 (62) હજાર ટન આસપાસ રહી છે જેના કારણે ગમની તેજી અટકી રહી છે. ગવારના ઉત્પાદક મથક એવા રાજસ્થાનમાં વાવેતર વિસ્તાર સરેરાશ 25 ટકાથી વધુ ઘટવા સામે ગુજરાતમાં અત્યાર સુધીમાં 37 ટકા વાવેતર ઘટીને માત્ર 39400 (62400) હેક્ટરમાં રહ્યું છે. ગવાર-ગમમાં સતત ધીમો સુધારો યથાવત રહ્યો છે. આજે ગમ વધુ 3 ટકાની તેજીની સર્કિટ સાથે રૂા.7010 અને ગવાર 3629 બોલાઇ ગયો હતો.

ગવારના નબળા વાવેતરથી વાયદામાં તેજીની સર્કિટ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો