તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • બ્રેકિંગ ન્યૂઝ: મેજર ચંપકે જોરદાર ખેલ પાડી દીધો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બ્રેકિંગ ન્યૂઝ: મેજર ચંપકે જોરદાર ખેલ પાડી દીધો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પકહજુ તો ટીવી ચાલુ કરીને માંડ સોફે ગોઠવાયો ત્યાં તો તડાકાભડાકાનગારા સાથે બ્રેકિંગ ન્યૂઝ તાડુક્યા, ‘કાશ્મીરના બારામુલામાંથી ISIનો એજન્ટ પકડાયો’. ઘરમાં એકલો હતો એટલે ચંપકની ઈચ્છા તો જોરથી ગાળ બોલવાની હતી. પણ મોંમાં વઘારેલા મમરાનો બુકડો માર્યો હોવાથી તેણે માંડી વાળ્યું. તરત તેણે મોબાઇલથી ટીવી સ્ક્રીનનો ફોટો પાડ્યો. અને ભાઈબંધોના વોટ્સઅપ ગ્રુપ ‘ઘાટલોડિયા ઘોસ્ટબસ્ટર’માં અપલોડ કરી દીધો. નીચે લખ્યું. ‘પાકિસ્તાન મુર્દાબાદ. જયહિંદ.’ થોડી વારમાં તેની પોસ્ટ નીચે થમ્સ અપની નિશાનીઓ અને ‘ભારતમાતા કી જય’ના નારા ખડકાવા લાગ્યા.

મનમાં પાકિસ્તાનીઓને મણ મણની સંભળાવતા મમરામાં મિક્સ કરવા સેવનો ડબો શોધી રહ્યો હતો. ત્યાં ફરી બ્રેકિંગ ન્યૂઝ- ‘બારામુલામાં પકડાયેલો ISIનો એજન્ટ ગુજરાતી હોવાનો ખુલાસો’. ચંપકે હવે પિત્તો ગુમાવ્યો. ગુસ્સામાં તે બિસ્કિટનો ક્રીમવાળો પાર્ટ ચાટવા લાગ્યો. ટીવી સ્ક્રીનનો ફરી ફોટો પાડે ત્યાં ન્યૂઝ ચેનલની એન્કર ઉંચા અવાજે બોલવા લાગી, ‘અમે આપને જણાવી દઈએ કે કાશ્મીરમાં પકડાયેલા ISIએજન્ટની ઓળખ અમદાવાદના જીજ્ઞેશ નામે થઈ છે.’

ચંપકે મનમાં ને મનમાં કહ્યું, ‘હદ થઈ ગઈ.’ તેણે તરત ‘ઘાટલોડિયા ઘોસ્ટબસ્ટર’ ખોલીને ચેનલના સમાચાર ટાઇપ કર્યા. ફરીવાર ધડાધડ રિસ્પોન્સ. ‘પાકિસ્તાનને ઘરમાં ઘૂસીને મારવું જોઈએ, ઈઝરાયેલની જેમ ઝીરો ટોલરન્સવાળી કરવી જોઈએ’ ચંપક મનોમન આર્મીના મેજર જેવું ફીલ કરી રહ્યો હતો. ઘણા દિવસોથી લાગ જોતો હતો. તે દિવસ પેલા રેપવાળા કેસમાં એના દોસ્તાર પકાએ ક્યાંકથી ફોટા અને ક્લિપ શોધી લાવીને ગ્રુપમાં જે રીતે રોલો પાડો દીધો હતો જોઈને ચંપકનો જીવ બળી ગયો હતો. પણ આજનો દિવસ ચંપકનો હતો.

તેણે વધુ સમાચાર સાંભળીને મેસેજ નાખ્યો, ‘જીજ્ઞેશનો પ્લાન આપણે ત્યાં બોમ્બવાળી કરવાનો છે. બધાએ એલર્ટ રહેવું.’ જવાબમાં ગ્રુપમાં એક જણે તો એમ પણ લખ્યું, ‘થેંક્સ ચંપક, તું ના હોત તો અમારું શું થતું, યાર.’ ફુલાયેલા ચંપકે જાતે પોતાનું પ્રમોશન મેજરમાંથી કમાન્ડર-ઇન-ચીફ તરીકે કરી દીધું. ત્યાં ફરી ટીવી સ્ક્રીન પર બ્રેકિંગ ન્યૂઝના ચમકારા થવા લાગ્યા, ‘ભારતીય આર્મીએ જીજ્ઞેશને છોડી મૂક્યો. જીજ્ઞેશ બારામુલામાં ISI બ્રાન્ડની હળદરનો સોદો કરવા માટે આવ્યો હતો, પણ શંકાસ્પદ વર્તણૂકને કારણે પૂછપરછ થતાં બીકનો માર્યો ISI એટલું બોલી શક્યો. એટલે પોલીસે તેને ઝડપી લીધો.’ આટલું સાંભળતા ચંપકને યાદ આવ્યું કે સેવનો ડબો કબાટના ત્રીજા ખાનામાં છે.

}chetanpagi@gmail.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો