તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • પથ્થરમારામાં કોન્સ્ટેબલનું મોત, વધુ14 દલિતે ઝેર પીધું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પથ્થરમારામાં કોન્સ્ટેબલનું મોત, વધુ14 દલિતે ઝેર પીધું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉનાનાસામઢીયાળામાં દલિત યુવાનો ઉપર અત્યાચારના વિરોધમાં મંગળવારે સમગ્ર રાજ્યમાં દલિતો દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવાયો હતો. મંગળવારે પણ 14 દલિત યુવાનોએ અલગ-અલગ જગ્યાએ ઝેરી દવા અને એસિડ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. અમરેલીમાં પથ્થરમારામાં ઘવાયેલા એક કોન્સ્ટેબલ પંકજભાઈ અમરેલીયાનું મોત થયું હતું. જ્યારે ભારતીય દલિત પૈન્થર સમાજ દ્વારા બુધવારે ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું છે. જ્યારે જિલ્લા પોલીસ વડા, પીઆઈ સહિત પાંચ પોલીસ કર્મી ઘાયલ થયા હતા. અમરેલી હિંસક બંધ રહ્યું હતું. સામઢીયાળાની ઘટનામાં પોલીસે આજે વધુ 7 આરોપીઓની ધરપકડ કરી હતી. ...અનુસંધાન પાનાં નં.9 (વધુઅહેવાલ પાનાં નં.6)અગાઉ9ની ધરપકડ થઈ હોવાથી ધરપકડ કરાયેલા આરોપીઓની સંખ્યા હવે 16 થઈ છે. મંગળવારે પણ દલિતો દ્વારા વિવિધ જગ્યાએ કલેક્ટર-મામલતાદર કચેરીઓ પર મૃત પશુઓના અવશેષો ફેંકીને વિરોધ વ્યક્ત કરાયો હતો.

રાજકોટમાં 2 બીઆરટીએસ, ટ્રેન અને સિટીબસ ઉપર પથ્થરમારો કરી નુકસાન પહોંચાડાયું હતું. જામનગર, આટકોટ, માળિયા ચોકડી, વેરાવલના સુપાસી, ઉના, કોડીનાર, જૂનાગઢના વડાલા, ધ્રોલના જોડીયા રોડ અને દિગ્જામ સર્કલ, માળિયા-મિયાણા, જેતપુર, લીમડી નેશનલ હાઈવે પર ટોળા દ્વારા ચક્કાજામ કરાયો હતો. અમદાવાદ અને ગાંધીનગરમાં દલિતોને રેલી કાઢવાની મંજૂરી અપાતાં તેમણે સભા કરીને ઘટનાનો વિરોધ નોંધાવ્યો હતો. અમદાવાદમાં દલિતોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. અલ્પેશ ઠાકોર આજે ગાંધીઆશ્રમ ખાતે ઉના ઘટનાના વિરોધમાં ઉપવાસ પર બેસવાના હતા, પરંતુ તેમને મંજૂરી અપાતાં પોલીસે તેમની અટકાયત કરી હતી.

મંગળવારે સમગ્ર સૌરાષ્ટ્રમાં દલિત સમાજ દ્વારા ઠેરઠેર પથ્થરમારો કરીને બજાર-દુકાનો બંધ કરાવાઈ હતી. મંગળવારે જૂનાગઢમાં 4, બાંટવામાં 4, કેશોદમાં 2, અમદાવાદમાં 1 દલિત યુવાને ઝેર પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, જ્યારે ગોંડલના બીલિયાળી ગામે 3 દલિત યુવાનોએ એસિડ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેતપુરમાં બંધ કરાવા નિકળેલા ટોળાએ દુકાનોમાં તોડફોડ કરી હતી. ભાયાવદરમાં દલિતોએ રેલી કાઢીને આવેદન આપ્યું હતું. આટકોટમાં મોડીરાત્રે સડક પર ટાયરો સળગાવાતાં સ્થિતી તંગ બની ગઈ હતી. ગોંડલના મોવિયા ગામે ટોળાએ એસટી બસના કાચ ફોડ્યા હતા. જામનગરથી જૂનાગઢ, મોરબી તરફ જતી બસ, અમરેલી ડેપો, ગોંડલ ડેપો, ધ્રોલ, ઉના, ગીર-સોમનાથ, કોડીનાર, તાલાલામાં એસટી બસ સેવા બંધ કરી દેવાઈ હતી.

મુખ્યમંત્રી 20 મીએ ઉનામાં, કેજરીવાલ 22 મીએ

સમઢિયાળાની ઘટનાને પગલે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ આવતીકાલ તા. 20 જુલાઇનાં બુધવારે ઉનાની મુલાકાતે આવી રહ્યાનું જાણવા મળ્યું છે. જ્યારે આમ આદમી પાર્ટીનાં રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ તા. 22 જુલાઇએ ઉના આવી રહ્યાનું જાણવા મળ્યું છે.

500થી વધુની અટકાયત

સોમવારનીઘટના અને મંગળવારે કરાયેલા ચક્કાજામ-તોડફોડ બાબતે જૂનાગઢ, જામનગર સહિતના સ્થળોથી 500થી વધુ લોકોની અટકાયત કરાઈ છે. ધોરાજીમાં બસને આગ ચાંપવાના કેસમાં 8 સામે ફરિયાદ નોંધાઈ હતી.

અમદાવાદમાં કલેક્ટરઓફિસની સામે યુવાને ઝેરી દવા પીધી હતી.

મોરબી

અમરેલી

મોરબીના માળિયા-મિયાણા ચોકડી પર બેસી દલિત યુવાનોએ ચક્કાજામ કર્યો હતો.

અમરેલીમાં પોલીસપર દલિતોનો પથ્થરમારો.

અમરેલીમાં દલિત યુવાને ઝેર પીતા તેને તાત્કાલિક 108માં જૂનાગઢ હોસ્પિટલ ખસેડાયો હતો.

અમદાવાદ | દલિતો દ્વારા બસોને આંગ ચાંપવા અને તોડફોડ કરવાની ઘટનાને પગલે નિગમ દ્વારા પેસેન્જરોના હિતમાં સલામતી સહિતના પગલાને ધ્યાનમાં રાખી મંગળવારે રાજકોટ - જૂનાગઢ રૂટ ઉપરાંત અમરેલી અને જુનાગઢ જિલ્લાના તમામ ડેપો સંપૂર્ણ બંધ રાખવાની સાથે સૌરાષ્ટ્રની 400થી વધુ બસોના પૈડાં થંભાવી દીધા હતા. જેના કારણે 12000 મુસાફરો અટવાઈ ગયા છે.

400 બસ બંધ, 12 હજાર મુસાફર અટવાયા

હું દલિતોના સમર્થનમાં છું: હાર્દિક

ઉદયપુર:દલિત અત્યાચાર મામલે પાટીદાર નેતા હાર્દિક પટેલે ઉદયપુરમાં મંગળવારે જણાવ્યું કે હું દલિતોના સમર્થનમાં છું, તેમના પર અત્યાચાર થયો છે અને તેમની જે માગો છે તે વાજબી છે.

રાજ્યભરમાં આંદોલન ઉગ્ર બન્યું, અમદાવાદ, બાંટવા, ગોંડલ સહિત અનેક સ્થળે દેખાવો

મૃતક કોન્સ્ટેબલ પંકજભાઈ અમરેલિયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો