તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • પોલીસને આરોપી બનાવો મરેલાં ઢોર નહીં ઉપાડાય

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલીસને આરોપી બનાવો મરેલાં ઢોર નહીં ઉપાડાય

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉના દલિત અત્યાચારનો ફેક્ટ ફાઈન્ડિંગ રિપોર્ટ

‘પીડિત પરિવારોને રૂ.10 લાખનું વળતર ચૂકવો’

ઉનાનાંમોટા સમઢિયાળા ગામની સીમમાં 11 જુલાઈ 2016ના રોજ 4 દલિત યુવાનો પર થયેલા અત્યાચારની ખરી હકીકત જાણવા માટે 7 દલિત કર્મશીલોની એક ટુકડીએ ઉનાની મુલાકાત લઈને 3 દિવસ દરમિયાન ફેક્ટ ફાઈન્ડિંગ રિપોર્ટ બનાવ્યો છે. અમદાવાદ ખાતે રિપોર્ટને જાહેર કરતા સમિતિએ જણાવ્યું કે ‘ગતિશીલ ગુજરાતમાં હાલ દલિતોની અધોગતિ જોવા મળી રહી છે.

સમગ્ર ઘટનાની તપાસ કરતાં સ્પષ્ટ થાય છે કે પોલીસ અને ગામના સરપંચ પ્રફુલભાઈ તથા તેમના સાગરીતોએ ભેગા મળીને રચેલું પૂર્વ નિયોજિત કાવતરું છે. જેમાં પોલીસને ફક્ત સસ્પેન્ડ કરવાથી નહીં ચાલે, પોલીસને ગુનામાં આરોપી બનાવવા જરૂરી છે. રાજ્યમાં મરેલા ઢોરને ઉપાડવાનું કામ ફક્ત દલિત સમાજના લોકો કરે છે. જો તે માટે પણ તેમને અત્યાચાર સહન કરવો પડતો હોય તો હવે પછી દલિત સમાજ મરેલા ઢોર ઉપાડવાનું બંધ કરશે’.

સમિતિએ પીડિત પરિવારોને રૂ. 10 લાખનું વળતર આપવાની માંગ કરી હતી અને હાઈકોર્ટના ન્યાયાધીશના વડપણ હેઠળ તપાસ સમિતિ રચવાની માંગ પણ કરી હતી. દલિત સમાજે ચીમકી ઉચ્ચારી છે કે જો જરૂરી પગલાં નહીં લેવાય તો દલિત સમાજ સામૂહિક રીતે ધર્મ પરિવર્તન કરશે.

દલિત સ્વાભિમાન આંદોલન સમિતિની માગ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો