તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ‘મારો અને ચુડાસમાનો લાઈ ડિટેક્ટર, નાર્કો અને બ્રેઇન મેપિંગ ટેસ્ટ કરાવો’

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘મારો અને ચુડાસમાનો લાઈ ડિટેક્ટર, નાર્કો અને બ્રેઇન મેપિંગ ટેસ્ટ કરાવો’

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
તલાટીભરતી કૌભાંડના આરોપી અને તે આરોપ હેઠળ 131 દિવસ જેલવાસ ભોગવી ચુકેલા કલ્યાણસિંહ ચંપાવતે મંગળવારે પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં ચંપાવતે મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા નિર્દોષ હોય તો તેનો અને મંત્રીનો એક સાથે નાર્કો, બ્રેઇન મેપિંગ અને લાઇવ ડિટેકટર ટેસ્ટ કરાવવાનો ખુલ્લો પડકાર ફેંકયો હતો. તેમણે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને 56 પ્રશ્નો પણ પૂછયા છે. સાથે ચંપાવતે સરકારને ચીમકી આપી છે કે તે સરકાર પર રૂ. 50 કરોડથી વધારે રકમની માનહાનિ અને નુકસાન વળતરનો દાવો કરશે.

તલાટી ભરતી કૌભાંડના આરોપી ચંપાવતનો રાજ્ય સરકારને ખુલ્લો પડકાર

ચંપાવતે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને પૂછેલા 56 પૈકીના કેટલાક સવાલો

{ ચુડાસમાના સેક્શન અધિકારી રિતેશ નાયક ફાઇલોના જવાબો મોકલતા હતા. તેમણે ચુડાસમાના નામથી રૂપિયા ઉઘરાવી જવાબ પેપરમાં ઉપર જમણી બાજુ ભૂપેન્દ્રસિંહનો ‘બી’ લખવાનું શા માટે કહ્યુંω?

{કેસને અઢી વર્ષ વીતી ગયા હોવા છતા શા માટે એક પણ ફરિયાદી, સાક્ષી કે પુરાવા પોલીસ પાસે નથીω?

{જો કૌભાંડ સાચું હોય તો તેની તપાસ ઉચ્ચ પોલીસ અધિકારી, સીબીઆઈ, એસઆઈટી કે કોર્ટ કમિશન નીમીને કેમ કરવામાં આવીω?

{ચચંપાવતે રાજ્યપાલને ઉદ્દેશીને લખેલી 10 પાનાની ફરિયાદના અનુસંધાનમાં રાજ્યપાલે નવેમ્બર 2015માં તપાસ માટે કરેલા હુકમનો આજે 8 મહિના થયા બાદ પણ કેમ અમલ થતો નથી?

{ચુડાસમાએ ચંપાવત ઉપર બદનક્ષીના દાવા માટે પહેલા 10 દિવસ અને બાદમાં 30 દિવસની મૂદ્દત શા માટે આપી છેω?

{અમદાવાદની 54, વડોદરાની 17, સુરતની 10, રાજકોટની 8, આણંદની 4 અને ભૂજની 4 આમ કુલ 97 કોલેજો સરકારી મંજૂરી વગર કોની મહેરબાનીથી ચાલે છેω?

{કૌભાંડમાં વિરાજ દેસાઈ, વિનુભા જાડેજા, સંધ્યા શાહ આરોપી હોવા છતા સાડા ચાર મહિના સુધી કેમ ધરપકડ કરાઈ અને આગોતરા જામીન કેવી રીતે મળ્યાω?

{સંધ્યા શાહે પૈસાના બદલામાં આનંદીબેનની સૂચનાથી પંકજ મોદી દ્વારા રાણીપના ડો. નૈમેષ જયસ્વાલ દ્વારા નાયબ ચીટનીસના ચાર ઓર્ડર પંચાયત પસંદગી મંડળના સચિવની સહીવાળા આપવામાં આ‌વ્યા હતા. જે બોગસ નીકળ્યા હોવાના ગંભીર પુરાવા આપવા છતાં કોઈ સજા કેમ કરી?

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો