તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રાદડિયા ફોડ પાડે, તે સમાજ સાથે છે કે સરકાર સાથે: પાસ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાદડિયા ફોડ પાડે, તે સમાજ સાથે છે કે સરકાર સાથે: પાસ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટીદારઅનામત આંદોલન સમિતિના કોર કમિટીના આગેવાનોએ વિઠ્ઠલ રાદડિયા પર શાબ્દિક પ્રહારો કર્યા છે. રાદડિયાએ સુરતમાં હાર્દિકને મળ્યા બાદ આપેલા નિવેદનનો પ્રતિભાવ આપતા દિનેશ બાંભણિયા, દિલીપ સાબવા, મનોજ પનારા અને હેમાંગ પટેલે એક સંયુક્ત નિવેદનમાં જણાવ્યું કે ‘સમાજને જરૂર પડશે ત્યારે હું સમાજની સાથે રહીશ તેવા રાદડિયાના નિવેદનથી સમાજને મૂર્ખ બનાવવાની વાત છે. રાદડિયાએ જનાધાર ગુમાવી દેતા ચર્ચામાં રહેવા માટે આવા નિવેદનો કરે છે. રાદડિયા ચોખવટ કરે કે તેઓ સમાજની સાથે છે કે સરકારની સાથે.

દલિત સમાજના ચાર યુવાનો પર અત્યાચાર ગુજારવામાં આવતાની સાથે દલિત સમાજના ભાજપમાંથી ચૂંટાયેલા ધારાસભ્યો સરકાર સામે મેદાનમાં આવી ગયા. જ્યારે ગત 25-26 ઓગસ્ટના રોજ સમગ્ર ગુજરાતના હજારો પાટીદાર ભાઈઓ અને બહેનો ઉપર પોલીસ દ્વારા અત્યાચાર ગુજારવામાં આવ્યો, શ્વેતાંગ પટેલને ઢોર મારમારીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો ત્યારે સમાજને તમારી જરૂર હતી. ત્યારે તમે ક્યાં હતા.

સમાજની સાથે કેમ રહેવું તે રાદડિયાએ દલિત આગેવાનો પાસેથી શીખવાની જરૂર છે. રાદડિયાની મધ્યસ્થીની પાટીદારોને પહેલાં પણ જરૂર હતી અને આજે પણ જરૂર નથી.

‘પાસ’ના આગેવાનોનો રાદડિયા પર પ્રહાર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો