તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • મણિનગર રિઝર્વેશન સેન્ટરમાં ટ્રેન સમયપત્રક મૂકવા માગણી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મણિનગર રિઝર્વેશન સેન્ટરમાં ટ્રેન સમયપત્રક મૂકવા માગણી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મણિનગરરેલવે સ્ટેશન પરના રિઝર્વેશન સેન્ટરમાં ટ્રેન સમયપત્રક મુકાયું નથી. જેથી દરરોજ ત્યાં મોટી સંખ્યામાં રિઝર્વેશન ટિકિટ લેવા આવતા પેસેન્જરોને હાલાકી પડે છે અને ટ્રેનોની માહિતી મેળવવામાં તેમનો ખૂબજ સમય બગડે છે. વધુમાં મણિનગર સ્ટેશને અમદાવાદ (કાલુપુર) સ્ટેશન બાદ મોટી સંખ્યામાં મુંબઈ અને દિલ્હી તરફની ટિકિટોનું વેચાણ થતું હોય છે. આવા સંજોગોમાં પેસેન્જરોના હિતમાં સ્ટેશન પર વહેલી તકે ટ્રેનોની માહિતી પૂરી પાડતું સમયપત્રક મૂકવાની માગણી ગુજરાત રાજ્ય સિઝન ટિકિટ હોલ્ડર્સ એસોસિએશને કરી છે.

ગુજરાત સ્ટેટ સિઝન ટિકિટ હોલ્ડર્સ એસોસિએશનના સેક્રેટરી અને ડીઆરયુસીસી સભ્ય અજય પોલે વધુમાં જણાવ્યું કે, અમદાવાદ શહેરના પૂર્વ અને દક્ષિણ ભાગની લગભગ અડધી જનસંખ્યા માટે કાલુપુરની સરખામણીમાં મણિનગર સ્ટેશન નજીક પડે છે.

જો મણિનગર સ્ટેશને અપ અને ડાઉનની તમામ ટ્રેનોને સ્ટોપેજ અપાય તો કાલુપુર તેમજ શહેરના ટ્રાફિક ભારણને પણ ઘટાડી શકાય છે. તેથી મણિનગર સ્ટેશને થઈને પસાર થતી સુરત - જામનગર ઇન્ટરસિટી, કર્ણાવતી એક્સપ્રેસ, કચ્છ એક્સપ્રેસ, શાંતિ એક્સપ્રેસ જેવી ટ્રેનોને મણિનગર સ્ટોપેજ આપવાની માગણી કરી છે. વધુમાં તેમણે ડીઆરયુસીસીની આગામી 28 જુલાઈએ ડીઆરએમ ઓફિસમાં યોજાનાર મિટિંગમાં પણ મુદ્દો ઉઠાવવામાં આ‌વશે તેમ જણાવ્યું હતું.

મણિનગર સ્ટેશને તમામ ટ્રેનને સ્ટોપેજ આપવાની પણ માંગ

પેસેન્જરને ટ્રેનની માહિતી મેળવવામાં ભારે હાલાકી પડે છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો