તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • એમકોમમાં પ્રવેશ પ્રક્રિયા 21મી જુલાઇ સુધી ચાલશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એમકોમમાં પ્રવેશ પ્રક્રિયા 21મી જુલાઇ સુધી ચાલશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગુજરાતયુનિવર્સિટી સંલગ્ન કોમર્સ કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના પડતર પરિણામો જાહેર કરવામાં આવતા એમકોમમાં પ્રવેશનો વધુ એક રાઉન્ડ યોજવામાં આવ્યો છે. જે પ્રવેશ પ્રક્રિયા 21મી જુલાઇ સુધી ચાલશે.

પ્રવેશ કમિટીના ચેરમેન સૌરભ ચૌક્સીએ જણાવ્યું હતું કે 19મીથી પ્રવેશ પ્રક્રિયા શરૂ થઇ છે. 21મી સુધીમાં પિન નંબર અને રજિસ્ટ્રેશનની કાર્યવાહી ચાલશે. અગાઉ યોજાયેલા પ્રવેશ રાઉન્ડમાં એમકોમની 5300 પૈકી 3700 બેઠકો ભરાઇ હતી. જેમાં 1600 બેઠકો બાકી હતી. દરમિયાન કોમર્સના વિવિધ સેમેસ્ટર પૂર્ણ કરવાના બાકી હોય તેવા 1600 વિદ્યાર્થીઓના પરિણામો જાહેર થતાં હવે વિદ્યાર્થીઓ માટે અને અગાઉ બાકી રહેલા 2600 વિદ્યાર્થીઓ માટે એમકોમમાં વધુ એક રાઉન્ડ યોજાશે. ચેરમેનના જણાવ્યા અનુસાર 21મી જુલાઇ સુધીમાં ચોઇસ ફિલિંગની કાર્યવાહી પણ ચાલશે. જેનું પરિણામ 23મી જુલાઇએ જાહેર કરાશે અને 25મી જુલાઇ સુધીમાં ફી તેમજ કોલેજમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો