તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • દલિતોની સામૂહિક ધર્માંતરણની ચીમકી : મુદ્દાએ રાજકીય સ્વરૂપ લીધું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દલિતોની સામૂહિક ધર્માંતરણની ચીમકી : મુદ્દાએ રાજકીય સ્વરૂપ લીધું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગૃહરાજ્ય મંત્રી રાજીનામું આપે: અલ્પેશ ઠાકોર


દલિતસ્વાભિમાન આંદોલન ગુજરાતના આગેવાનોએ જણાવ્યું હતું કે, જો સમગ્ર રાજ્યમાં દલિતો પર જે અત્યાચાર થઇ રહ્યા છે તે બંધ નહી થાય તો અમે સામુહિક ધર્માતરણ કરીને બૌદ્ધ ધર્મ અપનાવીશું. એક વર્ષમાં 1057 દલિત અત્યાચારના બનાવો બન્યા છે. સરકાર દ્વારા અંગે કોઇ પગલા લેવામાં આવતા નથી. ડીએસપી તથા ડીસટ્રીક્ટ મેજીસ્ટ્રેટ સામે પણ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે. 25 જુલાઇનાએ સમગ્ર રાજ્યમાંજ્યાં પણ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા આવેલી છે તેની સામે ઉપવાસ કરીને આંદોલન દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવશેે.

અમદાવાદ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવા આવેલા દલિત સમાજના લોકો દેખાવ કરી રહ્યા હતા ત્યારે એક દલિત યુવાને ઝેરી પ્રવાહી પીધું હોવાની જાણ થતાં તેને સારવાર માટે 108 મારફત સિવિલ હોસ્પિટલ લઇ જવાયો હતો. બીજીતરફ ઉશ્કેરાયેલા દલિતોએ ઉગ્ર દેખાવ કરતાં સ્થિતિ કાબુમાં લેવા પોલીસે હળવો લાઠી ચાર્જ કરવો પડ્યો હતો. જેના કારણે ભારે નાસભાગ મચી ગઇ હતી. ઘટના પહેલા બપોરે દોઢ વાગ્યાની આસપાસ ઓબીસી, એસટી અને એસસી એક્તા મંચે કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. આમ દિવસ દરમિયાન કલેકટર કચેરીએ વિવિધ દલિત સંગઠનોએ રજૂઆત કરી ઉનાની ઘટના અંગે વિરોધ વ્યક્ત કર્યો હતો.

અમદાવાદમાં પોલીસે કુલ 500થી વધુ લોકોની અટકાયત કરી હતી. ત્યારબાદ રેલી કલેકટર કચેરી પહોંચી ત્યારે પણ પોલીસે 25 લોકોની અટકાયત કરી હતી.જ્યારે ઠાકોર સમાજના પણ 35 લોકોની અટકાયત કરી હતી.આ પહેલા સવારે ચાંદખેડા બસ સ્ટેન્ડ પાસે બસ રોકવાનો પ્રયાસ કરવા બદલ પોલીસે 35 જણાંની અટકાયત કરી હતી.

ઘટનાના પડઘા...

સુરેન્દ્રનગરના પરિવારે હિજરત અંગે હાઇકોર્ટને પત્ર લખ્યો

સુરેન્દ્રનગરજિલ્લાના જૈનાબાદ ખાતે બે દલિત પરીવારો વચ્ચે થયેલા ખટરાગ અને હત્યાના મામલે એક પરીવારની ધમકીને કારણે આખા પરીવારે હિજરત કરવી પડી હોવાની તેમજ પોતાના પુત્રને ખોટી રીતે હત્યાના ગુનામાં ફસાવ્યો હોવાની ફરિયાદ સાથેની અરજી રેવાભાઇ મકવાણાએ ચીફ જસ્ટિસને કરી છે. જિલ્લા કલેકટર સમક્ષ કરેલી અરજી બાદ પણ કોઇ પગલા નહી લેવાતા અરજી કરી છે.

દલિતોપરના અત્યાચારને રાજકીય પક્ષોએ મુદ્દો બનાવ્યો

રાજ્યમાંવર્ષ 2017માં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. આવા સંજોગોમાં ઉનામાં દલિતો પરના અત્યાચારના મુદ્દાનો રાજકીય ઉપયોગ કરવા માટે તમામ રાજકીય પક્ષોએ રાષ્ટ્રીય મુદ્દો બનાવી દીધો છે તેવું રાજકીય સૂત્રોનું કહેવું છે. બસપાના અધ્યક્ષા માયાવતીએ રાજ્યસભામાં મુદ્દો ઉઠાવ્યા પછી કોંગ્રેસના રાહુલ ગાંધી અને આપના અરવિંદ કેજરીવાલે પણ ઝંપલાવ્યું છે અને ગુજરાતની મુલાકાત લેવાની જાહેરાત કરી છે.

ન્યાયમૂર્તિનીદેખરેખ હેઠળ તપાસ કરો : કોંગ્રેસ

ઉનામાંદલિતો પરના અત્યાચારના મુદ્દે ગુજરાત પ્રદેશ કોંગ્રેસનું એક પ્રતિનિધિ મંડળ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીની આગેવાની હેઠળ રાજયપાલને મળ્યું હતું. હાઇકોર્ટના એકટીંગ જસ્ટિસની દેખરેખ હેઠળ સમગ્ર ઘટનાની તપાસની માગણી કરી હતી. પક્ષના નેતા રાહુલ ગાંધી ટૂંક સમયમાંજ ઊનાના પીડિત પરિવારની મુલાકાતે આવે એવી સંભાવના છે.

અમરેલીમાં દલિતોએત્રણ કલાક સુધી સમગ્ર શહેરને બાનમાં લઈ લીધું હતું. દલિતો દ્વારા કાઢવામાં આવેલી રેલીમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ હતી અને સૂત્રોચ્ચાર કર્યો હતો.

રાજ્યમાં રેલી કાઢી દલિતોનો ઉગ્ર વિરોધ : કચેરીઓએ મૃત પશુનાં અવશેષો ફેંક્યા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો