Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઉના ઘટનામાં વધુ 7 આરોપીની ધરપકડ
ક્રાઇમ રીપોર્ટર | જૂનાગઢ/ભાવનગર
ઉનાનાસમઢિયાળાની ઘટનામાં પોલીસે મંગળવારે વધુ 7 આરોપીઓને ઝડપી લીધા છે. અગાઉ બનાવમાં 9 લોકોની ધરપકડ કરાઇ હતી. જેમાં વધુ 7 પકડાતાં અત્યાર સુધીમાં બનાવમાં કુલ 16 લોકોની ધરપકડ થઇ ચૂકી છે. આવતીકાલે પેન્થર પાર્ટીનાં ગુજરાત બંધનાં એલાનને પગલે જૂનાગઢ શહેરની શૈક્ષણિક સંસ્થાઓએ પોતપોતાની શાળા-કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય લીધો છે. આજે સવારે મધુરમ બાયપાસ ખાતે દલિતોએ ચક્કાજામ સર્જી દીધો હતો. જ્યારે કાળવા ચોકમાં સવારે સુત્રોચ્ચાર સાથે રેલી કાઢવામાં આવી હતી. વડાલ ખાતે ચક્કાજામ કરી રહેલા 300 દલિત યુવાનોની પોલીસે અટકાયત કરી હતી.
ભાવનગરમાં પણ દલિતોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો. ગારીયાધાર સંપૂર્ણ બંધ રહ્યું હતું. જ્યારે ઉમરાળામાં રેલી કાઢી હતી. વલભીપુર, સિહોરમાં દલિતો દ્વારા મોટાપાયે ચક્કાજામ કરીને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
અમદાવાદની રેલીમાંદલિતોનો ભારે આક્રોશ જોવા મળ્યો હતો.
આટકોટમાં મોડીરાત્રે રસ્તા પર ટાયરો સળગાવાયા હતા.
જેતપુરમાં દલિતોએરસ્તા ઉપર આવીને સૂત્રોચ્ચાર સાથે ચક્કાજામ કર્યો હતો.