તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાજ નજર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઈન્કમટેક્સવિભાગ, એક વર્ષમાં ઓછામાં ઓછો રૂ.1 કરોડનો ખર્ચ કરનાર 1 લાખ જેટલા લોકોને નોટિસ ઈસ્યુ કરશે અને આટલી જંગી રકમનો ખર્ચ કરનારને પૂછપરછ કરાશે. આમ, આઈ.ટી. વિભાગ મોટા આર્થિક વ્યવહારો કરનારા પર ચાંપતી નજર રાખશે. પ્રકારે જંગી રકમનો ખર્ચ કરનારની આવકના સ્ત્રોત, આવક, સ્થાવર- જંગમ મિલકત, વગેરે બાબતે પૂછપરછ કરાશે. નજીકના ભવિષ્યમાં બીજા તબક્કામાં રૂ.50 લાખ અને તેથી વધુ રકમનો ખર્ચ કરનાર વ્યકિતઓને નોટિસ જારી કરવામાં આવશે. દેશમાંથી બ્લેક મની બહાર લાવવાની નેમ સાથે અમલી બનાવાયેલ ઈન્કમ ડિસ્ક્લોઝર સ્કીમનો લાભ લેવા માટે તેમને સમજાવવામાં આવશે.

ઈન્કમટેક્સ વિભાગે, દેશમાં હાઈ-વેલ્યુ ખર્ચ કરનાર અંગે માહિતી મેળવવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને હાઈ-વેલ્યુ ખર્ચ કરનાર લગભગ 9 લાખ લોકોને શોધી કાઢ્યા છે અને તેમના ખર્ચ-આવક સહિતના આર્થિક વ્યવહારો અંગેનો ડેટા મેળવવામાં આવ્યો છે. મોટા આર્થિક વ્યવહાર કરનાર સ્વેચ્છાએ આઈ.ડી.એસ. સ્કીમ અંતર્ગત આવક, મિલકત જાહેર કરે તેવી સરકારની ઈચ્છા છે. આઈ.ડી.એસ. સ્કીમ સ્વૈચ્છિક હોવા છતાં કરચોરોમાં દહેશત ફેલાવવા અને 30 સપ્ટેમ્બરે સમાપ્ત થનાર આઈ.ડી.એસ. સ્કીમનો લાભ લે અને કાનૂની કાર્યવાહીમાંથી મુક્તિ મળે તેવો સરકારનો આશય છે. આઈ.ડી.એસ. સ્કીમની મુદત પૂરી થયા પછી આવકવેરા કાયદા હેઠળ છૂપી આવપર ઉપર 200 ટકા પેનલ્ટી અને કેદની સજા કરી શકાશે.

આઈ.ડી.એસ. સ્કીમ હેઠળ 30 સપ્ટેમ્બર સુધી છૂપી આવક જાહેર કરનારને 45 ટકા ટેક્સ ચૂકવીને કાનૂની કાર્યવાહીમાંથી મુક્તિ મળશે. સરકારે, ભરવાપાત્ર ટેક્સની રકમ 30 નવેમ્બર, 31 માર્ચ, અને 30 સપ્ટેમ્બર, 2017 એમ ત્રણ હપ્તામાં ચૂકવવાની સુવિધા પૂરી પાડી છે. કેન્દ્ર સરકારે, આઈ.ડી.એસ. સ્કીમ અંગે કરદાતાઓમાં પ્રવર્તતા ગૂંચવાડા અને કરદાતાઓના મનમાં ઉઠતા કેટલાંક પ્રશ્નો અંગે સ્પષ્ટતા કરી છે. સરકારે, બે નંબરના વ્યવહારો પર અંકુશ મેળવવાની નેમ સાથે રૂ. 2 લાખની ખરીદી માટે ‘પાન’ નંબર ફરજિયાત બનાવ્યું છે. હાઈ-વેલ્યુ વ્યવહારો અંગે માહિતી અને વિગતો મેળવવા માટે થર્ડ પાર્ટી સ્ત્રોતની મદદ લેવાશે.

IDS અંગે જાગૃતિ માટેનું પગલું

^આઈ.ડી.એસ.સ્કીમ જાહેર કરાઈ છે. અર્થતંત્રને સંગીન બનાવવાની સાથે સાથે હાઈ-વેલ્યુ આર્થિક વ્યવહાર કર્યા હોય તેમને નોટિસ ઈસ્યુ કરીને આઈ.ડી.એસ. સ્કીમનો લાભ લેવા માટે કરદાતાઓમાં જાગૃતિ લાવવાનું સરકારનું પ્રશંસનીય પગલું છે. > જૈનિકવકીલ, જનરલસેક્રેટરી, ઓલ ગુજરાત ટેક્સ ફેડરેશન

તમે વર્ષે 1 કરોડથી વધુ ખર્ચતા હશો તો IT હિસાબ માંગશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો