Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
‘મેડિકલમાં પ્રવેશ ઈચ્છતા જેન્યુઇન NRI અંગે સરકાર શું વિચારે છે?’
રાજ્યસરકારે મેડિકલમાં 15 ટકા એનઆરઆઇ ક્વોટા રદ કરતા તેને પડકારતી પિટિશનમાં હાઇકોર્ટે રાજ્ય સરકારને બાબતે સ્પષ્ટતા કરવા કહ્યું છેકે, જેન્યુઇન એનઆરઆઇ મામલે રાજ્ય સરકાર શું કરવા ઇચ્છે છે?
રાજ્ય સરકારે મંગળવારે એવી રજૂઆત કરી હતી કે, રાજ્યમાં ખરેખર જેન્યુઇન એનઆરઆઇ ક્વોટામાં ભરતી થનાર મોટાભાગના વિદ્યાર્થીઓ આશ્રિત કક્ષાના હતા. તેઓ મૂળ એનઆરઆઇ હતા. પરંતુ એનઆરઆઇ દ્વારા તેની ફી ભરાતી હોવાના કિસ્સા ધ્યાને આવતા નિર્ણય થયો છે. ચીફ જસ્ટિસની ખંડપીઠે રાજ્ય સરકારને સવાલ કર્યો હતોકે, તેઓ જેન્યુઇન એનઆરઆઇ બાબતે શું કરવા ઇચ્છે છે, તે બાબત સ્પષ્ટ કરે. હાઇકોર્ટે કેસની વધુ સુનાવણી આવતીકાલ પર મુલતવી રાખવામાં આવી છે.
એનઆરઆઇ દ્વારા કરાયેલી પિટિશનમાં રજૂઆત કરાઇ હતીકે, રાજ્ય સરકારે અચાનક ચાલુ શૈક્ષણિક વર્ષથી એનઆરઆઇ ક્વોટા રદ કરતા કેટલાક એનઆરઆઇ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં થયા હતા. એક એનઆરઆઇ યુવતીએ પણ મામલે પિટિશન કરવામાં આવી હતી.
15 ટકા ક્વોટા રદ કરવા મુદ્દે હાઇકોર્ટે રાજ્ય સરકારને પૂછેલો સવાલ