તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • અમદાવાદ સહિત રાજ્યમાં વ્યાપક વરસાદની શક્યતા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ સહિત રાજ્યમાં વ્યાપક વરસાદની શક્યતા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દક્ષિણ-પશ્ચિમથીપશ્ચિમનાં પવનોને કારણે આગામી ચાર દવિસ દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક વરસાદની વકી હવામાન વિભાગે કરી છે. જેમાં રાજ્યનાં સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતનાં સહિતનાં વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.

મંગળવારે અમદાવાદનાં વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ બાદ સવારે 10.00 વાગ્યે જોરદાર વરસાદી ઝાપટું પડતાં વાતાવરણમાં ઠંડકનું પ્રમાણ વધ્યું હતું. જેને કારણે અમદાવાદનું મહત્તમ તાપમાન 2.7 ડિગ્રી ગગડીને 30.6 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 26.0 ડિગ્રી નોંધાયું હતું. તેમજ અમદાવાદ ઉપરાંત રાજ્યનાં મોટાભાગનાં વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડતાં ઠંડકનું પ્રમાણ વધ્યું હતું. જેને કારણે મોટાભાગનાં શહેરોમાં ગરમીનો પારો 29થી 31 ડિગ્રી વચ્ચે નોંધાયો હતો. પરંતુ, કચ્છનાં શહેરોમા ગરમીનો પારો 32થી 36 ડિગ્રી વચ્ચે નોંધાયો હતો. તેમજ સમગ્ર રાજ્યમાં 36.7 ડિગ્રી સાથે કંડલા પોર્ટ સૌથી ગરમ શહેર બન્યું હતું. તેમજ આગામી ચાર દિવસો દરમિયાન રાજ્યનાં મોટાભાગનાં વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શકયતા છે.

શહેરના કેટલાક વિસ્તારોમાં મંગળવારે સવારે વરસાદી ઝાપટાં પડ્યા હતા.

દક્ષિણ-પશ્ચિમનો પવન સારો વરસાદ લાવી શકે છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો