તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ડિપ્લોમા ઇજનેરીમાં હજુ પણ 26,418 બેઠક ખાલી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડિપ્લોમા ઇજનેરીમાં હજુ પણ 26,418 બેઠક ખાલી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એડમિશનકમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમાં કોર્સીસ દ્વારા ચાલી રહેલી ડિપ્લોમા ઇજનેરની પ્રવેશ પ્રક્રિયામાં રીશફલીંગની કાર્યવાહી ચાલી રહી છે. જેમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓએ 22મી જુલાઇ સુધીમાં ફી જમા કરાવવાની રહેશે. બીજા રાઉન્ડ પછી કુલ 60,618માંથી 26,418 બેઠકો ખાલી છે. આંકડો 28 હજારની આસપાસ પહોંચે તેવી શક્યતા છે.

પ્રથમ વર્ષના પ્રવેશના રિશફલિંગના રાઉન્ડમાં 50380 પૈકી 14,440 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં 4115 વિદ્યાર્થીઓના પ્રવેશમાં કોઇ ફેરફાર થયો નથી. જ્યારે 3755 વિદ્યાર્થીઓને તેઓની ઉચ્ચતર પસંદગીમાં પ્રવેશ ફાળવાયો છે. રિશફલિંગ રાઉન્ડમાં જે વિદ્યાર્થીઓના પ્રવેશમાં બદલાવ આવેલા હોય તેઓએ પોતાના લોગઇનમાં જઇ પ્રવેશ કન્ફર્મ કરાવવાનો રહેશે. જે વિદ્યાર્થીઓ માટે ટયૂશન ફીની રકમ જમા કરાવવાની છે તેવા વિદ્યાર્થીઓએ 22મી સુધીમાં ટયૂશન ફીની રકમ રોકડમાં દેના બેંકની નિર્ધારીત શાખા અથવા ઓનલાઇન જમા કરાવવાની રહેશે. પ્રવેશ ફાળવેલા સંસ્થા ખાતે એનરોલમેન્ટ ખાતે ઇન્ફર્મેશન લેટર, બેંક ચલણ અને ઓનલાઇન ફી રિસિપ્ટ તથા પ્રમાણપત્રોની નકલ સાથે તુરંત હાજર થવાનું રહેશે.

મેડિકલમાં વેરિફિકેશનનો આજે છેલ્લો દિવસ

મેડિકલ-પેરામેડિકલમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી શકનાર વિદ્યાર્થીઓ માટે ચાર દિવસ મુદ્દત લંબાવી હતી. જેનો 20મી જુલાઇ છેલ્લો દિવસ છે. મેડિકલ-ડેન્ટલ સહિતની પેરા મેડિકલની 11 હજાર થી વધુ બેઠકો છે. વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન બી.જે.મેડિકલ કોલેજ, સિવિલ હોસ્પિટલ, અસારવા ખાતે રૂબરૂમાં સંપર્ક કરી કરાવવાનું રહેશે. 20મીએ સાંજના 5 વાગ્યા સુધી પ્રક્રિયા ચાલશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો