તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સરકારી ફંડના અભાવે 200 સોસાયટીમાં આરસીસી રોડની યોજના અટવાઈ પડી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરકારી ફંડના અભાવે 200 સોસાયટીમાં આરસીસી રોડની યોજના અટવાઈ પડી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગુજરાતસરકારે મહાનગરપાલિકામાં અમલી બનાવેલી 70:20:10ની યોજના અમદાવાદમાં ફંડને કારણે લટકી પડી છે. શહેરભરમાં 200થી વધુ સોસાયટીઓની રોડ બનાવવાની અરજીઓ કોર્પોરેશને મંજૂર કરી હોવા છતાં ફંડ નહીં હોવાના કારણે રોડના કામો અટકાવી દેવાયા છે. આખી યોજનામાં 70 ટકા નાણાં રાજય સરકાર દ્વારા ફાળવાય છે. કોર્પોરેશને માટે 180 કરોડની માંગણી ત્રણ-ત્રણ વખત કરી હોવા છતાં છ-આઠ મહિનાથી સરકાર દ્વારા માટે ફંડ આપવામાં આવતંુ નથી.

તાજેતરમાં કેટલાક ઝોનની સોસાયટીઓમાંથી બૂમ પડતા કોર્પોરેશને તેમની બચતના નાણાંમાથી 20 કરોડની ફાળવ્યા છે. અગાઉ પણ રીતે, 55 કરોડ મ્યુનિ.એ ઝોનમાં વહેંચ્યા હતા.

શહેરની કોઈ પણ સોસાયટીમાં આરસીસી રોડ બનાવવા મ્યુનિ. મંજૂરી મળ્યેથી સોસાયટી પોતાના 20 ટકા નાણાં કોર્પોરેશનમાં જમા કરાવે છે. જેટલી કિંમતનો આરસીસી રોડ બને તેના 70 ટકા રાજય સરકાર આપે અને દસ ટકા કોર્પોરેશન ભોગવે છે. 2012 વિધાનસભા પહેલા યોજના કાર્યરત કરાઈ હતી. સૌથી નાજુક સ્થિતિ પશ્ચિમ, નવા પશ્ચિમ ઝોનની છે.

સોસાયટીઓએ મંજૂરી મેળવી લીધા હોવા છતાં ફંડના કારણે તેમને ત્યાં કામ અટકી ગયા છે. સોસાયટીઓ નાણાં જમા કરાવવા તૈયાર હોવા છતાં કોર્પોરેશન પાસે રાજય સરકારનુ 70 ટકા ફંડ નહીં હોવાના કારણે સોસાયટીના નાણાં સ્વીકારવામાં આવતા નથી. તાજેતરમાં ઝોન કક્ષાએથી મ્યુનિ.નાણા વિભાગ પાસે માટે ફંડની માંગણી કરવામાં આવતા બચતમાંથી નાણાં ફાળવ્યા હતા.

બજેટ માટે સરકારને રજૂઆત કરીશું

^સોસાયટીઓનારોડ બનાવવા માટે હાલમાં 20 કરોડ ફાળવ્યા છે. અને સરકાર સમક્ષ પણ બજેટ માટે રજૂઆત કરવામાં આવશે. > પ્રવીણપટેલ, ચેરમેનસ્ટેન્ડિંગ કમિટી

12કરોડ, પૂર્વ

17કરોડ, પશ્ચિમ

10કરોડ,નવો પ.

40કરોડ, દક્ષિણ

કોર્પોરેશને દરખાસ્તોને મંજૂરી આપી હોવા છતાં કામગીરી થતી નથી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો