તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સ્કૂલમાં 1 લાખ રૂપિયાનું બિલ આવ્યું, વિદ્યાર્થીઓએ ઘટાડીને 62 હજાર કર્યું

સ્કૂલમાં 1 લાખ રૂપિયાનું બિલ આવ્યું, વિદ્યાર્થીઓએ ઘટાડીને 62 હજાર કર્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરની નંદ વિદ્યાનિકેતન એસ્સાર સ્કૂલનું બીલ રૂપિયા 1,64,051 આવ્યું હતું. સ્કૂલના વિદ્યાર્થીઓએ સાથે મળીને એનર્જી સેવર ગ્રૂપ બનાવ્યું. સકામના ચાલું રહેતા લાઈટ અને પંખાઓ બંધ કરાવડાવ્યા. જેમાં ટ્યૂબલાઈટના સ્થાને એલઈડી લગાવી અને જરૂર પડે ત્યાં વીજળીનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. ત્યારબાદ બીલની રકમમાં સતત ઘટાડો થતો ગયો. મહિનાઓ બાદ બીલ 62 હજાર આવ્યું.

સિટી રિપોર્ટર | અમદાવાદ

સેન્ટરફોર એન્વારયરમેન્ટ એજ્યુકેશન (સીઈઈ) ખાતે 27 નવેમ્બરને ગ્લોબલ હેન્ડપ્રિન્ટે ડે તરીકે સેલિબ્રેટ કરવામાં આવ્યો હતો. જેમાં બેસ્ટ સ્કૂલ, બેસ્ટ સ્ટુડન્ટ્સ અને બેસ્ટ ટિચર એમ કુલ પાંચ એવોર્ડ આપવામાં આવ્યા હતા. એવોર્ડ હેન્ડપ્રિન્ટ (એન્વાયરમેન્ટ માટે પોઝિટીવ એક્શન)ને લઈને આપવામાં આવ્યા હતા. જેમાં વૉટર, એનર્જી, હેલ્ધી લિવિંગ, બાયોડાયવર્સિટી, વેસ્ટ મેનેજમેન્ટ પર કામ બદલ ‘પર્યાવરણ મિત્ર’ નામથી આપવામાં આવ્યા હતા. જેમાં સ્કૂલમાં સંતકબીર નવરંગપુરા, જામનગર નંદ વિદ્યાનિકેતન એસ્સાર સ્કૂલ જામનગર, વિદ્યાર્થીમાં રચના સ્કૂલના પરાગ શેવરામાણી અને ટીચરમાં પંજાબના ફોરનચંદને રાજસ્થાનના પરોગ જ્યોતિ પુરોહિતને એવોર્ડ અપાયા હતા. ગુજરાત બહારની સ્કૂલોને ઈકો સ્કૂલ પ્રોગ્રામ બદલ 9 એવોર્ડ અપાયા હતા. અહીં એવોર્ડ વિજેતાએ પોતાના અનુભવો શેર કર્યા હતા.

રચના સ્કૂલની બહાર સ્ટુડન્ટ્સ વાહનો જેમ કે વાન અને ઓટોને કારણે દરવાજાની બહાર ટ્રાફિક વધારે થતો હતો અને હોર્ન અને એર પોલ્યુશન પણ તેનાથી વધતુ હતું. દસમાં ધોરણમાં ભણતા પરાગે સ્કૂલ મેનેજમેન્ટ સાથે વાત કરીને સ્કૂલનો બીજો ગેટ ખોલાવ્યો. પાંચ સ્ટુડન્ટ્સનું ગ્રૂપ બનાવ્યું. વિદ્યાર્થીઓને મૂકવા આવતા ડ્રાઈવર્સ સાથે વાતચીત કરી અને વાહનોને ગેટથી દૂર ઉભા રખાવડાવ્યા.

સપ્ટેમ્બર

10152

ઓક્ટોબર

8701

ઓગસ્ટ

13711

Good Cause

અન્ય સમાચારો પણ છે...