તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ‘સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર મોટી સંખ્યામાં ઓડિયન્સને ટાર્ગેટ કરે છે’

‘સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર મોટી સંખ્યામાં ઓડિયન્સને ટાર્ગેટ કરે છે’

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
} કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપ્રૂર્વક ભાગ લીધો હતો.

સિટી રિપોર્ટર |અમદાવાદ

ગઈકાલેકોમેક્ષ્પો સાઈબર સિક્યોરિટી દ્વારા ‘હેકર્સ મીટ’ પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 50 જેટલાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સેમિનારમાં વોટ્સઅપ આઉટેજ, ફેક ન્યૂઝ વર્સિઝ રિયલ ન્યૂઝ અને સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર જેવા વિષયોનું સોશિયલ સાઈટ્સ સાથે શું સંબંધ છે તેની વિશે ચર્ચા કરવામાં આવી હતી.ફેક ન્યૂઝ વર્સિઝ રિયલ ન્યૂઝ વિશે કરતા સાયબર એક્સપર્ટ વિરલ પરમારે કહ્યું કે,‘ આજકાલ ફેસબુક તથા અન્ય સોશિયલ સાઈટ્સ પર અવનવી ન્યૂઝ ફિડ્સ આવે છે જેમાંથી ઘણીવાર ઘણી ન્યૂઝ ફેક અને ઘણીવાર સાચી હોય છે. તેમાંથી કઈ સાચી છે અને ખોટી તે જાણવા તે ન્યૂઝના ઊંડાણમાં જવું જરૂરી છે. જ્યારે સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર એક એવું યૂઝર છે જે સોશિયલ સાઈટ્સ મેનેજ કરે છે. સામાન્ય રીતે ટીમ ચૂંટણી સમયે વધુ કાર્યરત રહે છે. સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર ખૂબ મોટી સંખ્યામાં ઓડિયન્સને ટાર્ગેટ કરે છે.’

Awareness Talk

અન્ય સમાચારો પણ છે...