તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિટી એન્કર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
‘મારા કામથી કોઈ કમ્યુનિટીની લાગણી દુભાય તે ખોટું’

આજની ફાસ્ટ લાઈફમાં લોકો એટલા વ્યસ્ત છે કે તેમની પાસે પોતાની માટે હસવાનો પણ સમય નથી. સ્થિતિમાં જો તમે કોઈને અડધી મિનિટ પણ હસાવી શકો તો તમારા કામની નોંધ લેવાય છે. લોકો કોમેડી જેટલું લાઈટ ફીલ્ડ માને છે તેટલું ટફ ફીલ્ડ છે, તે હું કોમેડી શો કરતાં કરતાં શીખ્યો છું. બાકી એક એક્ટર તરીકે કહું તો તેણે દરેક પ્રકારના કામ કરતાં રહેવું જોઈએ. હું પહેલા પંજાબમાં સિરિયસ થિએટર કરતો હતો પછી મુંબઈમાં આવ્યો અને કોમેડી શોની શરૂઆત થઈ.

સિટી રિપોર્ટર | અમદાવાદ

કોમેડીઆર્ટિસ્ટ અને બોલિવુડ એક્ટર એવા કપિલ શર્માએ બુધવારે એક ફિલ્મના પ્રમોશન માટે અમદાવાદની મુલાકાત લીધી હતી. દરમ્યાન તેણે ફિલ્મ પદ્માવતીની રિલિઝને લઈને થયેલા વિવાદ અંગે કહ્યું કે, ‘જો હું મારા કામથી કોઈ કમ્યુનિટીની લાગણીને ઠેસ પહોંચાડું તો તે ખોટું છે. પદ્માવતી ફિલ્મ પહેલા સેન્સર બોર્ડે જોવી જોઈએ અને પછી તેનો નિર્ણય લેવાવો જોઈએ તેમ હું માનું છું. લોકો ફિલ્મ જોવા વિના પોતાના સ્ટેટમેન્ટ આપે છે. તેમાં પણ ફિલ્મના કલાકારો સમક્ષ રોષ વ્યક્ત કરે છે તે યોગ્ય નથી. અંતે તો તેઓ માત્ર કલાકાર છે ફિલ્મ તો ડિરેક્ટરે બનાવી છે એટલે દોષનો ટોપલો કલાકાર પર ઢોળાય તે વ્યાજબી નથી.’

હું પંજાબમાંથી મારું કરિઅર બનાવવા માત્ર 1200 રૂપિયા લઈને મુંબઈમાં આવ્યો હતો. ત્યારે ખબર હતી કે મારે શું કરવું. શરૂઆતમાં બચ્ચન સાહેબના બંગલાની બહાર ઉભો રહેતો અને બચ્ચન સાહેબ આવશે અને હું તેમને મળીશ તેની રાહ જોતો. પછી કોઈએ કહ્યું કે ફિલ્મ અને શો માટે તો ઓડિશન આપવા પડે અને મેં ઓડિશન આપવાની શરૂઆત કરી.’

ફિલ્મના સક્સેસ ફંડા અંગે વાત કરતાં કપિલે કહ્યું કે, ‘હું કોઈ ફિલ્મ 7 કરોડમાં બનાવું અને મને તે ફિલ્મ 50 કરોડ કમાવી આપે તો તે સફળ છે તેમ કહેવાય પણ સફળતાની માપદંડો બદલાયા છે. ફિલ્મ 100 કરોડ કરતાં વધારે કમાણી કરી કે નહીં તેને આધારે તે હિટ કે ફ્લોપ છે તેવું એક વર્ગ માને છે. મને લાગે છે માપદંડ બરાબર નથી.

અન્ય સમાચારો પણ છે...