• Gujarati News
  • આસારામના 5000 કરોડ વ્યાજે ફરે છે

આસારામના 5000 કરોડ વ્યાજે ફરે છે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દુષ્કર્મનાકેસનો સામનો કરી રહેલાં આસારામ અને નારાયણના હાઇ પ્રોફાઇલ સાધકોને ત્યાં આઇટીની ઇન્વેસ્ટિગેશન વિંગે હાથ ધરેલાં સર્ચ ઓપરેશનમાં રોજ નવા ધડાકા થઈ રહ્યા છે. તપાસ સાથે સંકળાયેલાં સૂત્રોએ જણાવ્યું હતું કે બાપ-દીકરાની ...અનુસંધાન પાનાં નં.16



વ્યાજની વાર્ષિક આવક રૂપિયા 500 કરોડ છે. દસ ટકા લેખે પણ વ્યાજની આવક ગણીએ તો ટોટલ મુદ્દલ રૂપિયા 5000 કરોડ થાય જે હાલ બજારમાં ફરી રહી છે. ડિપાર્ટમેન્ટને દેશભરમાં અનેક સ્થળો પરથી વ્યાજની આવકને લગતી ચીઠ્ઠીઓ મળી આવી છે. ઉપરાંત કેટલાંક ડોક્યુમેન્ટ પણ મળી આવ્યા છે જેની તપાસ ચાલી રહી છે. દરમ્યાન દેશભરમાંથી ડોકયુમેન્ટ આઇટી કચેરીએ પહોંચી ગયા છે માત્ર ભોપાલથી ડોકયુમેન્ટ આવવાના બાકી છે.

સામાન્ય સાધકને ત્યાં ડોક્યુમેન્ટ સંતાડયા

દરોડા દરમ્યાન અધિકારીઓને પૂણેમાં એક બિલ્ડરનું કનેકશન મળયુ હતુ. બિલ્ડરને ત્યાં તપાસ દરમ્યાન જાણવા મળયુ હતુ કે અમદાવાદના નરોડ વિસ્તારમાં રહેતા એક સાધકને ત્યાં ડોક્યુમેન્ટ સંતાડયા છે. અધિકારીઓ મહામહેનતે લિન્ક મેળવી હતી અને ડોકુયમેન્ટ કબજે કર્યા હતા. સાધક આઇટી રિટર્ન પણ ફાઇલ કરતો હતો એટલે સામાન્ય સાધક હતો. બિલ્ડર લોબીને એમ હતુ કે આઇટી સાધક સુધી પહોંચી શકશે નહીં. જે ડોક્યુમેન્ટ મળયા છે તેની અંદાજિત વેલ્યુ રૂપિયા 200 કરોડ જેટલી છે.

હાઈપ્રોફાઈલ ભક્તો પ્રોપર્ટી વેચી નહીં શકે | આસારામ-નારાયણનાહાઈપ્રોફાઈલ ભક્તો હવે પ્રોપર્ટી વેચી શકશે નહીં. કારણ કે તેના પર આવકવેરા વિભાગની નજર છે. આવી સંપત્તિ ટાંચમાં લેવાની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે. આઈટી વિભાગે તાજેતરમાં દેશભરમાં આસારામ-નારાયણના 70 ઠેકાણા પર દરોડા પાડ્યા હતા. જ્યારે એવું જણાયું છે કે આસારામ-નારાયણ પિતા-પુત્રો 10થી 15 ટકા વ્યાજે નાણા આપતા હતા.