સિટી એન્કર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
9 લિજેન્ડરી આર્ટિસ્ટના ઘોડાના ચિત્રોનું પ્રદર્શન

અમદાવાદના આર્ટિસ્ટ પિરાજી સાગરાનો મિક્સ મીડિયા ઓન પેપર ઉપરનો ઘોડો. ઈન્ડિયન આર્ટમાં ‘ઘોડો’ કેટલુ ઈમ્પોર્ટન્ટ કેરેક્ટર છે તે આર્ટિસ્ટે કરેલા આર્ટ વર્ક પરથી સમજી શકાય છે.

300 વર્ષ જુના હોર્સ ફેસ્ટિવલમાં 2500 જેટલા ઘોડા જોવા માટે દુનિયાભરમાંથી લોકો આવે છે ત્યારે આપણી ઈન્ડિયન આર્ટમાં ઘોડો ક્યાં છે તે અવેરનેસ માટે હું પેઈન્ટિંગ શો કરી રહ્યો છું. શોમાં અમદાવાદના ચાર આર્ટિસ્ટ પિરાજી સાગરા, અનંત મહેતા, ગજેન્દ્ર શાહ અને રતન પરિમોએ ઘોડા ઉપર કરેલા પેઈન્ટિંગ્સ છે તો બીજી તરફ જાણીતા ચિત્રકાર એમ.એફ.હૂસેન, વિનય ત્રિવેદી, વિરેન્દ્ર પંડ્યા, રવિન્દ્ર સાલ્વે અને અવિજીત રોયે ઘોડાને લઈને કરેલા ચિત્રોનું કલેક્શન જોવા મળે છે. ચૈત્યધન્વી શાહ, આર્ટ ક્યુરેટર

2001માં લિજેન્ડરી ચિત્રકાર એમ.એફ.હૂસેને પેઈન્ટિંગ કર્યું હતું. જે અમદાવાદના ક્યુરેટર ચૈત્ય શાહે સારંગખેડાના સૌથી મોટા હોર્સ ફેસ્ટિવલમાં મૂક્યું છે. રાજા અશોક અને યુધ્ધમાં ઘોડાઓની ભૂમિકાને દર્શાવતું પેઈન્ટિંગ આજે પણ એટલું જાણીતું છે.

સિટી રિપોર્ટર|અમદવાદ

ભારતનાસૌથી જુના (અંદાજે 300 વર્ષ) હોર્સ ફેસ્ટિવલમાં અમદાવાદના આર્ટ ક્યુરેટર ભારતના 9 લિજેન્ડરી આર્ટિસ્ટના ઘોડા ઉપરના 30 પેઈન્ટિંગ્સ લઈને આવ્યા છે. મહારાષ્ટ્રમાં 3 ડિસેમ્બરથી એક મહિનો ચાલનારા ઘોડાની લે-વેચ અને પ્રદર્શનના ‘ચેતક ફેસ્ટિવલ સારંગખેડા’ની શરૂઆત થઈ છે. પ્રસંગે શહેરની માર્વેલ આર્ટના ક્યૂરેટર ચૈત્ય ધન્વી શાહ ઘોડો યુધ્ધ, પપેટ, સિનેમા, ટ્રાન્સપોર્ટેશન, પાવર સહિત ઈન્ડિયન આર્ટમાં ક્યાં ક્યાં જોવા મળે છે તે રજૂ કરતો શો હોર્સ ફેસ્ટિવલમાં લઈને આવ્યા છે. ઘોડાની લે-વેચના 300 વર્ષ જુના ફેસ્ટિવલની સાથે-સાથે ભારતના આર્ટ લવર ઈન્ડિયન આર્ટમાં ઘોડો ક્યાં છે તેની અવેરનેસ માટે ત્યાં પેઈન્ટિંગ શો લઈને ગયા છે.

અન્ય સમાચારો પણ છે...