ધોરાજી | જામકંડોરણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગરજિલ્લામાં તા.9 ડિસેમ્બર શનિવારના રોજમતદાન યોજાનાર છે. ત્યારે મદદનીશ શ્રમ આપયુક્ત જિલ્લા કચેરીના નોડલ અધિકારી , સરકારી શ્રમ અધિકારીએ યાદીમાં જણાવ્યા મુંજબ સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ વાણિજ્યક સંસ્થાઓ, હોટલો, દુકાનો, કારખાના, ધારા-1948 હેઠળના ઔધોગીક એકમો , કારખાનાઓ, ફેક્ટરીઓ, હોસ્પીટલો તેમજ અસંગઠીત ખેતમજૂરો તથા અન્ય અસંગઠીત ક્ષેત્રે કામ કરતા શ્રમયોગીઓને મતદાન દિવસે મતાધિકારનો ઉપયોગ કરવા સવેતન રજા મંજૂર કરવાની રહેશે.


ધોરાજી | જામકંડોરણાનાતરકાસર ગામે 11 હજારના ઇગ્લીશ દારૂના જથ્થા સાથે પોલીસે ત્રણ શખ્સને ઝડપ્યા હતા. અંગે પોલીસ મથકેથી જાણવા મળેલી માહિતી મુજબ જામકંડોરણાના તરકાસર ગામે જામકંડોરણા પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને રાજેન્દ્રસિંહ વિક્રમસિંહ ,રહે તરકાસર,ની વાડી થી 11હજારનો મુદામાલ સાથે લક્ષ્મણ નાથા,કિરીટ ભગવાનજી નામના શખસોને 39 ઇગ્લીશ દારૂ બોટલો સહિતના 11 હજારના મુદામાલ સાથે ઝડપી પાડીને આગળની તપાસ હાથ ધરી છે.

સુરેન્દ્રનગર | વઢવાણનાપનોતા પુત્ર બચુભાઈ ગઢવીના પુત્ર અને ગુજરાતના પ્રસિધ્ધ લોકકસાહિત્યકાર જયદેવ ગઢવીનું અમદાવાદ ખાતે અવસાન થયુ હતું. ત્યારે તેમને શ્રધ્ધાંજલિ આપવા તા. 8 ડિસેમ્બરના રોજ વઢવાણ ખાતે લોકડાયરાનું આયોજન કરાયુ છે. જેમાં રાજયભરનાં લોકગાયકો, સાહિત્યકારો ઉપસ્થિત રહેશે.

વઢવાણમાં જયદેવ ગઢવીને શ્રધ્ધાંજલિ માટે ડાયરો યોજાશે

શ્રમીકોને મતદાનના દિવસે સવેતન રજા અપાશે

ધ્રાંગધ્રા વિધાનસભાના મતદારો મતદાર સ્લીપ માટે સંપર્ક કરો

તરકાસર ગામે દારૂની 39 બોટલો સહિત ત્રણ ઝડપાયા

અન્ય સમાચારો પણ છે...