• Gujarati News
  • National
  • જર્ક વીજ કંપનીનું દેવું માફ કરે તો ગ્રાહકો પર યુનિટે 6 પૈસાનો બોજો

જર્ક વીજ કંપનીનું દેવું માફ કરે તો ગ્રાહકો પર યુનિટે 6 પૈસાનો બોજો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પેટા કંપની સહિતની વીજ કંપનીઓએ 1,102 કરોડનું દેવું માફ કરવા અરજી

રાજ્યના 1.30 કરોડ ગ્રાહકોના હિત માટે સુનાવણી કરવા અનુરોધ

એનર્જી એક્સપર્ટ કે. કે. બજાજે જણાવ્યું છે કે, રાજ્ય સરકારે ઓક્ટોબર-2017માં વીજ કંપની માટે જાહેર કરેલ જીયુવીએનએલ અને તેની પેટા કંપનીઓએ દેવા માફી સ્કીમમાં અરજી કરી છે. પરમેનન્ટ ડિસકનેક્ટેડ કનેક્શન (પીડીસી) કરાયેલ કુલ 7 લાખ ગ્રાહકો પાસેથી લેવાના નીકળતા રૂ. 1,102 કરોડ માફ કરવા જર્કને અપીલ કરી છે.

યોજનાનો વિરોધ કરતા તેમણે કહ્યું કે, 1.30 કરોડ ગ્રાહકોના હિતને ધ્યાનમાં લઈને જર્કે મુદ્દે હીયરિંગ કરવું જોઈએ. આટલી મોટી રકમ વસૂલ કરવામાં વીજ કંપનીઓ નિષ્ફળ કેમ રહી તે અંગે તપાસ કરવી જોઈએ. વીજ કંપનીઓએ 31 ઓગસ્ટ, 2017ના રોજ રૂ. 1,102 કરોડ ચૂકવવાના છે. જે પૈકી રૂ.809 કરોડ મૂળ રકમ છે અને બાકીની રૂ. 293 કરોડ વ્યાજની રકમ છે.

વીજ કંપનીઓની માતબર રકમ બાકી છે તેવા ગ્રાહકોના રૂ. 1 કરોડથી વધુના બિલ છે અને આવા ગ્રાહકોમાં મોટા ઔદ્યોગિક એકમો, પંચાયતો, મ્યુનિ. અને વોટર વર્કસનો સમાવેશ થાય છે. સરકારી વીજ કંપનીઓના અધિકારીઓ અને રકમ ભરપાઈ કરનારાઓની મિલીભગતને કારણે રૂ. 1,102 કરોડની રકમ વસૂલ થઈ શકી નથી. સામાન્ય ગ્રાહક પાસેથી નાની રકમ બાકી નીકળતી હોય તેનું કનેક્શન કાપવા સહિતના પગલાં લેવાય છે. જ્યારે મોટા બાકીદારો પાસેથી જંગી રકમ વસૂલાઈ નથી.

એમ્નેસ્ટી સ્કીમ હેઠળ કેટલી રકમ ભરવી પડશે

રેસિડેન્શિયલ અને કૃષિ ગ્રાહકો : {ગ્રાહકોએ સ્કીમનો લાભ લેવા મૂળ રકમના 50 ટકા ભરવા પડશે. {વ્યાજ સહિત બાકીની 50 ટકા રકમ માફ કરાશે.

કોમર્શિયલ,ઈન્ડસ્ટ્રીયલ, વોટરવર્કસ: {મૂળ રકમના 100 ટકા ભરવા પડશે. { વ્યાજ સહિત બાકીની રકમ માફ કરાશે.

વીજચોરી કેટેગરીના ગ્રાહકો : {વીજ ચોરી કરનાર ગ્રાહકો સામે કલમ- 135 લગાવાઈ હોય તેઓ સ્કીમમાં જોડાઈ શકે. { આવા ગ્રાહકોએ સ્કીમમાં જોડાય તે પહેલાં તેમની સામે વિવિધ કોર્ટમાં પેન્ડિંગ કેસ પાછા ખેંચવા.

તમામકેટેગરી ગ્રાહકો: {જર્ક મંજૂરી આપે પછી 3 મહિના સ્કીમ માન્ય રહેશે. { તમામ ગ્રાહકોએ મૂળ રકમ 3 હપતામાં ભરી દેવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...