• Gujarati News
  • National
  • બગોદરા પાસેથી ~48.50ની લાખનો વિદેશીદારૂ પકડાયો

બગોદરા પાસેથી ~48.50ની લાખનો વિદેશીદારૂ પકડાયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદથીભાવનગર તરફ રેફ્રીજેટર વાન (કન્ટેનર)માં વિદેશીદારૂનો મોટો જથ્થો જઇ રહ્યો છે. જે બાતમીના આધારે આર.આર.સેલના પીએસઆઇ સી.આર. રાણા, પ્રતિપાલસિંહ વગેરેનો સ્ટાફ બગોદરા પહોંચીને બગોદરાના પીએસઆઇ ચૌધરી, પ્રકાશદાન ગઢવી વગેરેના સ્ટાફને સાથે રાખી બગોદરામાં આવેલા ધંધૂકા તરફના રોડ ઉપર વોચમાં ગોઠવાઇ ગયા હતા.

બાતમી મુજબનું કન્ટેનર નીકળતા પોલીસે તેને ઉભું રખાવવા પ્રયત્નો કર્યા હતા પરંતુ કન્ટેનર ચાલકે પોલીસને જોઇને ફૂલસ્પીડે ભગાડયું હતું, જેથી પોલીસ તેનો પીછો કરી થોડે દુર આવેલા ગુંદાના પરા ગામના પાટીયા પાસે પોલીસે ગાડીઓ આગળ કરી કોર્ડન કરીને કન્ટેનર ઉભું રખાવી તેમાં તપાસ કરતા આખું કન્ટેનર વિદેશીદારૂની સીલબંધ પેટીઓથી ભરેલું હતું. જેથી કન્ટેનરને બગોદરા પોલીસ સ્ટેશને લઇ જઇને વિદેશીદારૂની પેટીઓની ગણતરી કરતા 757 પેટી વિદેશીદારૂ અને 466 પેટી બીયરની મળી કુલ 1223 પેટી વિદેશીદારૂ જેની કિ.રૂ.48,50,400 ગણી કબજે લઇને ડ્રાઇવર અને કંડકટરની ધરપકડી કરી તેમની તપાસ કરતા તેમની પાસેથી રૂ.10 હજાર રોકડા, રૂ.1000ના બે મોબાઇલ, 11 લાખનું કન્ટેનર મળી કુલ રૂ.59,61,400નો મુદામાલ કબજે કરી પકડાયેલા બંનેને જેલના સળીયા પાછળ ધકેલી દઇ આર.આર.સેલના પ્રતિપાલસિંહ રણજીતસિંહની ફરીયાદના આધારે આર.આર.સેલના પીએસઆઇ રાણાએ તપાસ હાથ ધરી છે. કે આટલો મોટો જથ્થો કયાંથી લાવવામાં આવ્યો હતોω કયાં લઇ જવાનો હતોω કોને-કોને સપ્લાય કરવાનો હતોω બીજા કોણ-કોણ સંડોવાયેલા છેω વગેરેની તપાસ હાથ ધરી છે.

પકડાયેલા આરોપીઓમાં રાજકુમારસીંગ શ્રીગજરાજસીંગ જાટ (રહે. કમલાપુર તા.અંત્રોલી, જિ.અલીગઢ- ઉત્તર પ્રદેશ) હાલ રહે. નવી દિલ્હી (ડ્રાઇવર) અને રાજુ અત્તરસીંગ ચૌધરી (જાટ), (રહે. ગજીયાબાદ, વિજયનગર, ઉત્તર પ્રદેશ)નો સમાવેશ થાય છે.

નવો નુસખો | કેન્ટઇનરના રેફ્રિજરેટરમાં દારૂની પેટીઓ સંતાડેલી હતી

પોલીસે કન્ટેનર કબજે કરી બંને આરોપીની ધરપકડ કરી છે./ભરતસિંહ ઝાલા

અન્ય સમાચારો પણ છે...