આયાતી ખાદ્યતેલોમાં સતત સુસ્તી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેશમાંતેલીબિયાં પાકોના વાવેતરમાં જંગી વધારો થવાની સામે વૈશ્વિક બજારોમાં ભાવ સપાટી તૂટી હોવાથી આયાતી ખાદ્યતેલોમાં આજે વધુ રૂા.10નો ઘટાડો જોવા મળ્યો હતો. આયાતી તેલોની સામે સ્થાનિકમાં પણ ઘરાકીનો અભાવ રહેતા સિંગતેલ તથા અન્યતેલોમાં નરમાઇ રહી હતી. જ્યારે અન્ય એગ્રી કોમોડિટીમાં ગવાર-ગમમાં મંદીની સર્કિટ યથાવત રહી છે. જ્યારે એરંડામાં તેજીનો ટોન હતો.

સિંગતેલમાંમાગ અભાવે ઢીલાશ:

પામોલીનતેલમાં આજે રૂા.10નો ઘટાડો થવાની સામે સિંગતેલમાં પણ વેપારો પાંખા રહેતા આજે વધુ રૂા.5-10 નીચા બોલાતા હતા. મગફળીના સારા વાવેતર બાદ ઉત્પાદન પણ વધી જશે તેવા અહેવાલે બજારમાં તેજી અટકી ગઇ છે. રાજકોટમાં 3-4 ટેન્કરના કપાસિયામાં 18-20 ટેન્કરના કામ હતા. લુઝ રૂ.1050-1055, તેલિયા રૂ.1630-1635 બોલાતું હતું.

એરંડાવાયદામાં લંબાતી તેજી એરંડાનાવાવેતરમાં નજીવો ઘટાડો થવાના કારણે અને નીચા ભાવથી નિકાસને વેગ મળશે તેવા અહેવાલથી છેલ્લા બે દિવસથી વાયદામાં ફરી તેજીનો દૌર શરૂ થયો છે. જોકે, હાજરમાં વરસાદી માહોલના કારણે આવકો ઠપ હોવાથી પણ તેની અસર પડી રહી છે. વાયદો આજે બે ટકા સુધી ઉંચકાઇને રૂા.3932 રહ્યો હતો.

ગવારઅને ગમમાં મંદીની સર્કિટ: ગવારતેમજ ગમમાં મંદીની સર્કિટ યથાવત રહી છે. ક્રૂડની મંદી અને સારા વાવેતરના અહેવાલના પગલે ભાવ તૂટીને તળીયે પહોંચી ગયા છે. ગમ વાયદો આજે વધુ 4 ટકા સુધી ઘટીને રૂા.8080 અને ગવાર વાયદો રૂા.3580 બોલાતો હતો. હાજર બજારમાં પણ જંગી ઘટાડો રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...