• Gujarati News
  • બાર્ગેન બાઇંગના ટેકે નિફ્ટી 8350 ક્રોસ

બાર્ગેન બાઇંગના ટેકે નિફ્ટી 8350 ક્રોસ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વૈશ્વિકશેરબજારોનું સેન્ટિમેન્ટ ખરડનારા ચીનના શેરબજારોમાં બાઉન્સબેકની સ્થિતિ, ફેડની અત્યારસુધીની બેઠકમાં અનિર્ણાયકતા તેમજ ઘરઆંગણે એફ એન્ડ સેટલમેન્ટમાં ફેવરેબલ એડજસ્ટમેન્ટની શક્યતા પાછળ તેજીવાળાઓનું બાર્ગેન બાય જોવા મળ્યું હતું. તેના પગલે બીએસઇ સેન્સેક્સ 27500 પોઇન્ટની સપાટી વટાવી 104.20 પોઇન્ટના સુધારા સાથે 27563.43 પોઇન્ટ બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 38.05 પોઇન્ટના ઘટાડા સાથે 8375.05 પોઇન્ટ બંધ રહ્યો હતો. જોકે સામાન્ય રોકાણકાર વર્ગ હજી પણ સાઇડમાં ઉભો છે. સેક્ટોરલ પૈકી 12માંથી 9 ઇન્ડેક્સમાં સુધારો રહ્યો હતો. તેમાં આઇટી 1.48 ટકા, ઓટો 1.39 ટકા, સીડી 1.89 ટકા, રિયાલ્ટી 1.22 ટકા અને ટેકનોલોજી 1.34 ટકા સુધર્યા હતા. જ્યારે કેપિટલ ગુડ્સ 1.92 ટકા ઘટ્યો હતો. તેની સાથે ઓઇલ ગેસ, પીએસયુ, એફએમસીજી ઇન્ડેક્સમાં સાધારણ ઘટાડો રહ્યો હતો. સ્મોલકેપ અને મિડકેપ ઇન્ડેક્સમાં પણ સાધારણ સુધારાની ચાલ જોવા મળી હતી. સેન્સેક્સ પેકની 30 પૈકી 20 સ્ક્રીપ્સમાં સુધારો રહ્યો હતો. જ્યારે કુલ ટ્રેડેડ 2948 પૈકી 1665 સ્ક્રીપ્સમાં સુધારો અને 1170 સ્ક્રીપ્સમાં ઘટાડો હતો. આદિત્ય બિરલા નુવો, અશોક લેલેન્ડ, બજાજ ફિનસર્વ, બ્રિટાનિયા અને HPCLમાં વર્ષની નવી ટોચ જોવા મળી હતી.

એફઓએમસીનો વ્યાજદરના મુદ્દે આખરી નિર્ણય બુધવારે મોડી રાત્રે આવે તેવી સંભાવના છે. જોકે નિષ્ણાતો તેની અસર ઓછી રહેવાનો સૂર વ્યક્ત કરી રહ્યા છે. યુરોપ અને એશિયાઇ શેરબજારોમાં પણ આના પગલે સુધારાની ચાલ રહી હતી. વિદેશી નાણાકીય સંસ્થાઓની આજે પણ રૂ. 186.24 કરોડની નેટ વેચવાલી રહેવા સામે સ્થાનિક સંસ્થાઓની રૂ. 642.69 કરોડની નેટ ખરીદી રહી હતી.

સિન્જિનનો આઇપીઓ 32 ગણો છલકાયો

સિન્જિનઇન્ટરનેશનલનો આઇપીઓ છેલ્લા દિવસે સાંજે પાંચ વાગ્યા સુધાના આંકડાઓ અનુસાર 1.45 ગણો ભરાયો હોવાના અહેવાલો મળતા હતા. ક્યૂઆઇબી પોર્શન 51.47 ગણો, એચએનઆઇ 90.24 ગણો અને રિટેલ પોર્શન 4.43 ગણો ભરાયો હતો..

તેજી | ચીનનો સાંઘાઇ ઇન્ડેક્સ 3.5 ટકા ઉછળ્યો

સળંગ3 દિવસમાં 11 ટકા તૂટ્યા બાદ ચીનના શેરબજારોમાં વળતો સુધારો જોવાયો હતો. સાંઘાઇ ઇન્ડેક્સ 3.44 ટકા (126.17 ટકા) સુધરી 3789.17 સપાટીએ બંધ રહ્યો હતો. તેની પાછળ હોંગકોંગ, ટોકિયો, કોરિયાના શેરબજારોમાં પણ સુધારો રહ્યો હતો.

}જેટ એરવેઝ:ઇન્ડિગોઅને કતાર એરવેઝ વચ્ચેના કરાર તેમજ ઇન્ડિગોના આઇપીઓના સમાચારો પાછળ જેટ એરવેઝનો શેર આજે રૂ. 61.60 (18.74 ટકાના ઉછાળા સાથે રૂ. 390.30ની સપાટીએ બંધ રહ્યો હતો.

} સ્પાઇસજેટ: કંપનીએજૂન ક્વાર્ટર માટે રૂ. 71.8 કરોડનો નફો કર્યાના સમાચારો પાછળ શેરનો ભાવ 2.44 ટકાના ઉછાળા સાથે રૂ. 27.25ની સપાટીએ હતો. ગતવર્ષે કંપની બંધ થવાની તૈયારીમાં હતી.

} સિઆટ:કંપનીનીપ્રોત્સાહક કામગીરીના અહેવાલો પાછળ શેરનો ભાવ 7.43 ટકા ઉછળી રૂ. 879.70ની સપાટીએ બંધ રહ્યો હતો..

}તાતા કોમ.:કંપનીએરૂ. 33.86 કરોડની ખોટ નોંધાવી હોવાના અહેવાલો પાછળ ભાવ 7.19 ટકાના કડાકા સાથે રૂ. 439 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

સ્ટોક સ્પેસિફિક એપ્રોચ |રિવર્સ ટ્રેન્ડ DII નેટ લેવાલ સામે FII નેટ વેચવાલ

કમબેક | ચીનના બજારોમાં સુધારો, F&Oમાં ફેવરેબલ એડજસ્ટમેન્ટની આશાએ તેજીવાળાઓની વળતી લેવાલી

}સિમેન્સ| 5% ઉછળ્યો

કંપની બંધ ઘટાડો

સિમેન્સ1451.00 4.90%

બીઇએલ 3920.90 4.52%

એબીબી 1368.70 3.66%

સુઝલોન 21.25 2.66%

}સેન્સેક્સ |પેકની સ્થિતિ

કંપની બંધ ઘટાડો

ઇન્ફી.1085.20 2.04%

મારૂતિ 4273.95 1.87%

આઇટીસી 303.95 -2.35%

સ્ટેટ બેન્ક 253.70 -2.18%